આરોગ્યનો મહોત્સવ
હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન
મહિલાઓ માટે આરોગ્ય સ્ક્રીનિંગ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, સ્તન કેન્સર, મુખ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા ચકાસણી અને કાઉન્સેલિંગ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન
બોટાદ જિલ્લામાં આવેલા તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલોના સહયોગથી આ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત મહત્તમ નાગરિકોને લાભાન્વિત થવા બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
