ઓલપાડ તાલુકામાં હંગામી ફટાકડા વેચાણ માટેનો પરવાનો મેળવવા માટે અરજી કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ઓલપાડ 

     આગામી તા.૨૦મી ઓકટોમ્બર દિવાળીના તહેવારને અનુલક્ષીને ઓલપાડ તાલુકામાં હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઈચ્છુક વેચાણકર્તાઓએ કામચલાઉ ફટાકડા વેચાણનો પરવાનો મેળવવા માટે તા.૨૫/૯/૨૦૨૫ સુધી પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, ધોરણસરનો પરવાના ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ/ચુંટણીકાર્ડ/આધારકાર્ડ પૈકી કોઈ પણ બે આધારોની નકલો તથા જગ્યાના નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ સાથે સબ-ડીવીજનલ મેજીસ્ટ્રેટ, ઓલપાડ પ્રાંત, તાલુકા સેવા સદન, ઓલપાડ ખાતે જમા કરાવવા ઓલપાડ પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment