હિન્દ ન્યુઝ, ભાવનગર માર્ગ અકસ્માતના પીડિતોને મદદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ગુડ સમરિટન બની માનવજીવન બચાવવામાં મદદ કરનારને ઈનામ આપવાની યોજના વર્ષ 2021માં અમલીકૃત કરાઈ છે. ગુડ સમરિટનને કાયદાનું રક્ષણ: મોટર વાહન સંશોધન અધિનિયમ 2019 અંતર્ગત કલમ 134A હેઠળ ગુડ સમરિટનને કાયદાકીય સુરક્ષા મળવાપાત્ર અકસ્માત સંદર્ભે ગુડ સમરિટન વિરુદ્ધ કોઈ નાગરિક કે ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.પોલીસ અધિકારી અથવા હૉસ્પિટલ દ્વારા ગુડ સમરિટનને પૂછપરછ માટે રોકી શકાશે નહીં. ગુડ સમરિટન બનો, માનવ જીવન બચાવો: અકસ્માત બાદનો પહેલો કલાક ગોલ્ડન…
Read MoreDay: June 2, 2025
પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત થકી પાકનું જતન અને વાવેતર
હિન્દ ન્યુઝ, ભાવનગર બીજ સંસ્કાર માટે બીજામૃતનો ફાળો પ્રાકૃતિક કૃષિનું અભિન્ન અંગ છે, બીજામૃત સરળ રીતે ખેતર પર ઉપલ્બધ દ્રવ્યોમાથી બનાવવામાં આવે છે,જેનો ઉપયોગ વાવણી પહેલા બીજને માવજત એટલે કે પટ આપવા માટે થાય છે, તેનો ઉપયોગ રોપા,ધરૂ અથવા કોઇપણ રોપણી માટેની સામ્રગીની માવજત માટે કરવામાં આવે છે. બીજામૃતનો ઉપયોગ કરવાથી છોડના મૂળને જમીનજન્ય ફૂગ તથા બીજ જન્ય રોગો સામે રક્ષણ મળી રહે છે. બીજામૃતમાં ઘણા ફાયદાકારક સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મતત્વો રહેલા છે, જે છોડને વૃધ્ધી અને વિકાસમાં જવાબદાર છે જેનાથી ઉત્પાદન અને ઊપજમાં વધારો કરે છે બીજામૃત…
Read Moreબોટાદ નગરપાલિકા દ્વારા ખાલી કોલ્ડ ડ્રિંક્સ કે પાણીની બોટલ પરત કરનાર નાગરિકને પ્રોત્સાહન રૂપે જ્યુટ બેગ આપવામાં આવી
વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ હિન્દ ન્યુઝ, બોટાદ વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક્સન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કોલ્ડ ડ્રિંક્સ, મિનરલ વોટર વગેરેની ખાલી બોટલો પરત કરનારને વળતર/પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે બોટાદ નગરપાલિકા દ્વારા જ્યુટ બેગ આપવામાં આવી હતી. આ પ્રવૃત્તિ થકી નાગરિકોને સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સંદેશ અપાયો હતો. આ અવસરે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreચૂંટણી દરમિયાન પ્રતિબંધિત પીણાનો ઉપયોગ પર પ્રતિબંધ મુકવા અંગે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ચૂંટણી દરમિયાન દારૂ પી, દંગા ફસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ અન્ય પ્રતિબંધીત પીણાનો ઉપયોગ ન થાય તે માટે તાત્કાલીક જરૂરી પ્રતિબંધક પગલા લેવાની જરૂર જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯નાં કાયદાની કલમ-૧૪૨ અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવ્યું છે…
Read Moreસુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરાવવામાં આવતી હોય છે. જેનું નિયમન કરવા માટે નામ. સુપ્રિમ કોર્ટના તા. ૧૩/૪/૨૦૦૪ના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવું જરૂરી જણાય છે. આથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ…
Read Moreચૂંટણી દરમિયાન વાહનોના દુર્પયોગ પર નિયમન કરવા બાબતે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત તા.૨૨/૦૬/૨૦૨૫નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર…
Read Moreચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્દણ પર નિયંત્રણ મુકવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાનની તા.૨૨/૦૬/૨૦૨૫ તેમજ ગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્દણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્દણ પર નિયંત્રણ રાખવુ આવશ્યક છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની-૧૯૫૧ની કલમ-૩૭(૧)(એફ)થી તેમને મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, કોઈપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા…
Read Moreદ્વિચક્રિય વાહનોની ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને જણાવવાનું કે, દ્વિચક્રી વાહનોની ચાલુ સીરિઝ GJ 32ની નવી સીરિઝ GJ 32 AJ ના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અન્વયે ઓનલાઇન અરજીનો સમયગાળો તા.૧૨/૦૬/૨૦૨૫થી તા.૧૪/૦૬/૨૦૨૫ સુધીનો રહેશે. તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૪/૦૬/૨૦૨૫ થી ૧૬/૦૬/૨૦૨૫ સુધીનો રહેશે. અરજદારોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યારબાદ આ વેબસાઇટ પર લોગ ઈન કરી ચૂકવણું કરી અને વાહન નંબર મેળવવાના રહેશે. વાહન ખરીદીના દિવસ-૭ની અંદર…
Read Moreભાવનગર જિલ્લામાં સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધી માછીમારી ૫ર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૦૧-૦૬-૨૦૨૫ થી તા.૧૫-૦૮-૨૦૨૫ સુઘી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી ૫ર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાં અનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનનાં કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલ માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ છે. જેથી ભાવનગર જિલ્લામાં આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા માછીમારી ૫ર પ્રતિબંધ મુકવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ભાવનગર દ્વારા દરખાસ્ત થતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની…
Read More