અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડી ‘ગુડ સમરિટન’ બનો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    માર્ગ અકસ્માતના પીડિતોને મદદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ગુડ સમરિટન બની માનવજીવન બચાવવામાં મદદ કરનારને ઈનામ આપવાની યોજના વર્ષ 2021માં અમલીકૃત કરાઈ છે.

ગુડ સમરિટનને કાયદાનું રક્ષણ:

મોટર વાહન સંશોધન અધિનિયમ 2019 અંતર્ગત કલમ 134A હેઠળ ગુડ સમરિટનને કાયદાકીય સુરક્ષા મળવાપાત્ર અકસ્માત સંદર્ભે ગુડ સમરિટન વિરુદ્ધ કોઈ નાગરિક કે ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.પોલીસ અધિકારી અથવા હૉસ્પિટલ દ્વારા ગુડ સમરિટનને પૂછપરછ માટે રોકી શકાશે નહીં.

ગુડ સમરિટન બનો, માનવ જીવન બચાવો:

અકસ્માત બાદનો પહેલો કલાક ગોલ્ડન અવર તરીકે ઓળખાય, જેમાં વ્યક્તિને જરૂરી સારવાર મળે તો તેનો જીવ બચી શકે.

અકસ્માત પીડિતને મદદ કરનાર એક ગુડ સમરિટનને વધુમાં વધુ રૂ.25000ની સહાયની જોગવાઈ.

એક ગુડ સમરિટનને એક વર્ષમાં મહત્તમ પાંચ વખત સહાય મળવાપાત્ર.

વર્ષાંતે શ્રેષ્ઠ 10 સમરિટનને રાષ્ટ્રીય સ્તરે રૂ.1,00,000નો પુરસ્કાર મળવાપાત્ર.

જિલ્લા સ્તરે કલેક્ટર દ્વારા ગુડ સમરિટન પુરસ્કાર

ગુડ સમરિટન પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા:

અકસ્માત પીડિતોને મદદ કરે તેની જાણ પોલીસ અથવા ડોક્ટરને કરવાની રહેશે.

ગોલ્ડન અવરમાં ઘાયલ વ્યક્તિને કઈ રીતે હૉસ્પિટલ પહોંચાડી તેનું વર્ણન કરે.

પોલીસનો લેટર જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને નિયત નમૂનામાં મોકલી અપાશે.

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અપ્રેઝલ કમિટિ માસિક ધોરણે આવી દરખાસ્તોની સમીક્ષા કરશે.

આખરી યાદીમાં પસંદ કરાયેલા ગુડ સમરિટનને રોકડ પુરસ્કાર-સન્માનપત્ર એનાયત કરાશે.

     અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માત થયાના એક કલાક ગોલ્ડન અવર દરમિયાન ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર અપાવનાર ભાવનગર શહેર-જિલ્લાના પાંચ “ગુડ સમરીટન” એ લોકોના જીવ બચાવવાનું કાર્ય કર્યું છે.જેમાં ડો. અજયસિંહ જાડેજા-ટ્રાફીક ટ્રેઈનર,હનુમંતસિંહ ચુડાસમા,જયદેવભાઈ ધરમશીભાઈ-ટ્રાફીક શાખા હેડ કોન્સ્ટેબલ,ભરતસિંહ નટવરસિંહ- ટ્રાફીક શાખા એ.એસ.આઈ અને ભૂપતભાઈ સાટીયા-સામાજીક કાર્યકર્તાને પ્રશંસાપત્ર‌ આપી સન્માનિત‌ પણ‌ કરાયાં છે.

Related posts

Leave a Comment