મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વધુ પારદર્શિતા લાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો     વહીવટી-નાણાકીય હિસાબ તપાસણીના ઓડિટ, વર્ષ 2024-25થી નવા નિયત કરેલા નમૂના મુજબ કરવામાં આવશે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સાતત્યતા, પારદર્શિતા તેમજ સંસ્થાઓની સાચી વહીવટી અને નાણાકીય પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય તે હેતુથી રાજયના ફેડરેશન-દૂધ ઉત્પાદક સંઘના વર્ષ 2024-25ના ઓડિટ માટે નવીન નમૂના નિયત કરવામાં આવ્યા છે : સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સંસ્થાના કુલ સભાસદો, નોંધાયેલી મંડળીઓ, દૂધ ખરીદ કેન્દ્રો, વાર્ષિક સાધારણ સભા અને તેમાં થયેલ…

Read More

સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાને પ્રશિક્ષિત કરવાની નવતર પહેલ 

હિન્દ ન્યુઝ, આણંદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો; વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને કિટનું વિતરણ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો તેમજ વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતોને કીટનું વિતરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.12 જૂન, 2025 સુધી ચાલનાર દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી અપનાવવા અંગેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવશે. કૃષિ ઉત્પાદન વધવાથી…

Read More

નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત વોલેન્ટિયર્સ સાથે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, તાપી “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ અંતર્ગત ૨૯ મે, ના રોજ કલેક્ટર કચેરી, કોન્ફરન્સ હોલ, વ્યારા ખાતે નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડની અધ્યક્ષતામાં સિવિલ ડિફેન્સ અંગે વોલેન્ટિયર્સ સાથે બેઠક યોજાઇ હતી.  અધ્યક્ષ સ્થાનેથી નિવાસી અધિક કલેક્ટરએ વોલેન્ટિયર્સને આપત્તિ વ્યવસ્થાપનમાં તેમનું મહત્વ અને સજાગતા અંગે સમજાવતાં જણાવ્યું હતું કે, “જિલ્લામાં જે કોઇ પણ પ્રકારની આપત્તિ સર્જાય ત્યારે યોગ્ય રીતે કામગીરી કરવા માટે વોલેન્ટિયર્સનું સજાગ અને તાલીમબદ્ધ હોવું ખૂબ જરૂરી છે. આ બેઠકમાં વ્યારા અને સોનગઢ તાલુકાના નવા નોંધાયેલા 80 જેટલા વોલેન્ટિયર્સ જોડાયા હતા. સિવિલ ડિફેન્સમાં વોલેન્ટિયર્સની…

Read More

આહવા ખાતે યોજાઇ ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે અગત્યની બેઠક 

હિન્દ ન્યુઝ, આહવા    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી રાજ્યના વિવિધ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને, ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  આ ચૂંટણી કામગીરીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર સુ શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને એક અગત્યની બેઠક, જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી ફરજ ઉપર નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસરો સહિત ઝોનલ ઓફિસરો, અને પોલીંગ સ્ટાફને ખૂબ જ સંવેદનશીલતા સાથે જરૂરી તાલીમ મેળવી, ઝીરો ટોલરન્સ સાથે ચૂંટણીલક્ષી કામગીરી અદા કરવાની હિમાયત કરી હતી.  દરમિયાન કોઈપણ કર્મચારીઓને અનિવાર્ય સંજોગો સિવાય…

Read More

મોરબીના લગધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ ખાતે પાંચ દિવસીય યોગ શિબિર યોજાઈ

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ હિન્દ ન્યુઝ, મોરબી      મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૫ ની ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે લગધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ ખાતે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર રાજ્યમાં યોગ દિવસ- ૨૦૨૫ ની ૧૦૦ દિવસની ઉજવણી તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં નિયામકશ્રી આયુષ, ગાંધીનગર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી સીધા નિદર્શનમાં લખધીરનગર આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ) ખાતે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન…

Read More

ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી-૨૦૨૫ જાહેર

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય-ભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025 અંતર્ગત જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. 22 જૂન, 2025 ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે, તેમજ આ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.25 જૂન, 2025 ના રોજ મતગણતરી થશે.આ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લામાં 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે જે પૈકી 266 ગ્રામ પંચાયતોમાં સામાન્ય-વિભાજન-મધ્યસત્ર તેમજ 61 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પ્રક્રિયા યોજાશે.  આ ચૂંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામુ તા.02 જૂન, 2025 ના રોજ…

Read More

ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

હિન્દ ન્યુઝ     ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૬૯ થી રૂ. ૫૯૬ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. …

Read More