નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત વોલેન્ટિયર્સ સાથે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, તાપી

“ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઈઝ અંતર્ગત ૨૯ મે, ના રોજ કલેક્ટર કચેરી, કોન્ફરન્સ હોલ, વ્યારા ખાતે નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડની અધ્યક્ષતામાં સિવિલ ડિફેન્સ અંગે વોલેન્ટિયર્સ સાથે બેઠક યોજાઇ હતી.

 અધ્યક્ષ સ્થાનેથી નિવાસી અધિક કલેક્ટરએ વોલેન્ટિયર્સને આપત્તિ વ્યવસ્થાપનમાં તેમનું મહત્વ અને સજાગતા અંગે સમજાવતાં જણાવ્યું હતું કે, “જિલ્લામાં જે કોઇ પણ પ્રકારની આપત્તિ સર્જાય ત્યારે યોગ્ય રીતે કામગીરી કરવા માટે વોલેન્ટિયર્સનું સજાગ અને તાલીમબદ્ધ હોવું ખૂબ જરૂરી છે.

આ બેઠકમાં વ્યારા અને સોનગઢ તાલુકાના નવા નોંધાયેલા 80 જેટલા વોલેન્ટિયર્સ જોડાયા હતા. સિવિલ ડિફેન્સમાં વોલેન્ટિયર્સની ભૂમિકા, જવાબદારીઓ તથા આપત્તિ સમયે કામગીરી અંગે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

નોંધનિય છે કે,આગામી સમયમાં સમગ્ર તાપી જિલ્લામાં નવા નોધાયેલા તમામ વોલેન્ટિયર્સ માટે જરુરી માર્ગદર્શક તાલીમો અને સેમિનારો યોજવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી,નાયબ કલેકટર-૧-૨, ડિઝાસ્ટર મામલતદાર,જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડીપીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment