કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે બોટાદ ખાતે અનાથ બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ      ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે બોટાદ ખાતે અનાથ બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અનાથ બાળકો પ્રત્યે સંવેદનશીલ અને માનવતા સભર અભિગમ દાખવતા પ્રતિષ્ઠિત કાર્યકરો અને સંસ્થાઓના સહયોગથી આવા બાળકો માટે સાયકલ વ્યવસ્થા કરવામાં આવી છે.  અનાથ બાળકો માટે શિક્ષણના માર્ગમાં સામાજિક અને ભૌતિક અવરોધો નડતર રૂપ ન બને અને બાળકો સુગમતાથી અને સમયસર શાળા એ પહોંચી શકે તે હેતુથી તેમને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાયકલ મળતા બાળકોના ચહેરાઓ ઉપર…

Read More

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પહેલગાવ ખાતે આતંકવાદ ના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો 

હિન્દ ન્યુઝ, દાહોદ      જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે 22 એપ્રિલ ના રોજ આતંકવાદીઓએ પહેલગાવ ખાતે પ્રવાસે આવેલ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછી અને તેમણે મોત ને ઘાટ ઉતાર્યા, આતંકવાદીઓના આવા કૃત્ય ના કારણે ભારત દેશ ના લોકો માં ભારે રોષ જોવા મળ્યો છે અને દેશ ના લોકો એ ઠેર ઠેર પોતાની લાગણી ઓ વ્યક્ત કરી અને ગામે ગામે આતંકવાદીઓના વિરુદ્ધ રેલીઓ કાઢવાની આવી તેમજ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજવામાં આવ્યા. દાહોદ જિલ્લા ના ફતેપુરા ગામ માં તારીખ 27/04/2025 ના રોજ રેલી કાઢવામાં આવી જેમાં ગામ ના લોકો…

Read More

શ્રીમતી રમાબેન હેરભાને જન્મદિવસની શુભેચ્છા

હિન્દ ન્યુઝ, રાજકોટ       સેવા સમર્પણ અને જૂનાગઢના પરોપકારી લોકનાયક સ્વ. પેથલજીભાઇ ચાવડાના સુપુત્રી, પૂર્વ ગુજરાત કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા નાં મોટાબેન, CWC ના ગુજરાત કારોબારી સભ્ય, સેન્ટ ગાર્ગી સ્કૂલનાં ચેરપર્સન, હિન્દ રક્ષક સંઘ – દુર્ગાસેનાના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ અનેકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોથી જોડાઈને સેવા કર્યો કરતા શ્રીમતી રમાબેન હેરભા ને ‘હિન્દ ન્યુઝ’ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સહ શુભેચ્છાઓ      પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના પગલે શ્રીમતી રમાબેન હેરભા પોતાના જન્મદિવસની ઉજવણી સાદગી પૂર્ણ રીતે ઉજવવાનું નકકી કરેલ હોય તેઓ દ્વારા રાજકોટ ખાતે પોતે વૃદ્ધાઆશ્રમના વૃદ્ધો…

Read More

BISAG-N સંસ્થાના અધિકારીઓ દ્વારા બોટાદ ખાતે કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નું નિર્દર્શન કર્યુ

હિન્દ ન્યુઝ,બોટાદ      પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પી.એમ.ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઓક્ટોબર -૨૦૨૧માં લોન્ચ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ પી.એમ. ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય અને જિલ્લામાં ખૂટતી સુવિધાઓ તથા નવા પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણમાં આ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નો કેવી રીતે લાભ લઇ શકાય તે માટે બોટાદ ખાતે ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની ગાંધીનગર સ્થિત BISAG-N સંસ્થા દ્વારા પી.એમ. ગતિશક્તિ નિર્ણય સહાયક પ્રણાલી (પોર્ટલ)નું…

Read More

આઈ.ટી.આઈ.- બરવાળા ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, બોટાદ      પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ.- બરવાળા ખાતે વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રીશિયન, કોમ્પ્યુટર ઓપરેટરો એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, મેકેનીક ડિઝલ અને વેલ્ડરમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ ઉપર શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ માટેના ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી આપવામાં આવશે. સંસ્થાનું સરનામું ખોડિયાર મંદિર સામે, અમદાવાદ-ભાવનગર હાઇવે, બરવાળા છે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.

Read More

ઔધોગિક તાલીમ સંસ્થા- રાણપુર ખાતે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, બોટાદ      આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, રાણપુરની યાદીમાં જણાવવામાં આવે છે કે, પ્રવેશસત્ર ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ રાણપુર ખાતે વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક (કોપા). મેકેનીક ડિઝલ, મશીનીષ્ટ ગ્રાન્ડર અને વેલ્ડરમાં ઓનલાઇન એડમીશન પ્રક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ પર શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ માટેના ઓન લાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે ઔધોગિક તાલીમ સંસ્થા, પાળીયાદ રોડ, ગીરનારી આશ્રમ નર્સરી પાસે, રાણપુર ખાતે રૂબરૂ મુલાકાત લેવા જણાવવામાં આવે છે. 

Read More

બોટાદ જિલ્લામાં બાકી રહેતા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવા અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ જિલ્લામાં કુલ ૩૧,૮૦૦ ઉપરાંતના ખાતેદાર ખેડૂતો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છે, તેમણે આગામી ૨૦મા હપ્તાના ૨૦૦૦ રૂ. મેળવવા ફરજીયાત ફાર્મર રજીસ્ટ્રી કરાવવી જરૂરી હોય બાકી તમામ પીએમ કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થીઓને ફાર્મર રજીસ્ટ્રી ઝડપથી કરવવા જણાવવામાં આવે છે. બોટાદ જિલ્લાના કુલ ખાતેદાર ખેડૂતોની સંખ્યા ૨,૩૧,૬૪૭ છે. તેની સામે જિલ્લાના કુલ પર,૦૯૭ ખેડૂતોની એટલે કે રર.૫૦ ટકા ખેડૂતોએ જ ફાર્મર રજીસ્ટ્રી કરાવ્યું છે.  બાકીના ખાતેદાર ખેડૂતોને પણ સરકારની વિવિધ યોજનાઓમાં સરળતાથી લાભ લેવા અર્થે ફાર્મર રજીસ્ટ્રી કરવા/કરાવી લેવા બોટાદ જિલ્લા ખેતીવાડી…

Read More