દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પહેલગાવ ખાતે આતંકવાદ ના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો 

હિન્દ ન્યુઝ, દાહોદ 

    જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે 22 એપ્રિલ ના રોજ આતંકવાદીઓએ પહેલગાવ ખાતે પ્રવાસે આવેલ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછી અને તેમણે મોત ને ઘાટ ઉતાર્યા, આતંકવાદીઓના આવા કૃત્ય ના કારણે ભારત દેશ ના લોકો માં ભારે રોષ જોવા મળ્યો છે અને દેશ ના લોકો એ ઠેર ઠેર પોતાની લાગણી ઓ વ્યક્ત કરી અને ગામે ગામે આતંકવાદીઓના વિરુદ્ધ રેલીઓ કાઢવાની આવી તેમજ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજવામાં આવ્યા.

દાહોદ જિલ્લા ના ફતેપુરા ગામ માં તારીખ 27/04/2025 ના રોજ રેલી કાઢવામાં આવી જેમાં ગામ ના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ અને નારાઓ સાથે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાઓની લાગણી વ્યક્ત કરી અને સાંજ ના સમયે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો, રેલી માં સર્વે ધર્મ ના લોકો જોડાયા હતા.

     ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલાગમમાં થયેલ આતંકવાદી હુમલા ને સખ્ત શબ્દોમાં વખોડી આવા હીન અને અમાનવીય આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી ફતેપુરા મરકઝ મસ્જિદ ખાતે એકઠા થઈ મૌન રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ના લોકો એ એકઠા થઈ ફતેપુરા મેઈન બજારમાં આવેલી મરકઝ મસ્જિદ થી ફતેપુરા મામલતદાર ઓફીસ સુધી હાથમાં ભારત દેશનો ધ્વજ લઈ આતંકવાદ વિરુદ્ધ બેનરો સાથે મૌન રેલી યોજી હતી અને ફતેપુરા મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં ફતેપુરા મુસ્લિમ સમાજ ના પ્રમુખ અ.રજાકભાઈ પટેલ સહિત સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને મૃતકો ને ન્યાય મળે એવી માંગ ફતેપુરા મામલતદાર સમક્ષ ભારતના ગૃહ મંત્રી ને સંબોધીને માંગ કરવામાં આવી હતી.

રિપોર્ટર : હર્ષ પ્રજાપતિ, દાહોદ

Related posts

Leave a Comment