હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામે ગામ જઈ રહી છે. ત્યારે વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીને સીધો જ મળી રહે એવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગારિયાધારના સુરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા શાળાના શિક્ષકો દ્વારા સરકારની વિવિધ યોજનાઓની ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.