વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરતા રામધરીનાં ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાનાં રામધરી ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂની ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ રામધારી ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતીઓ આપવામાં આવી હતી તેમજ મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.

Related posts

Leave a Comment