હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેક્શન લાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટી.વી.કેબલ/ઈન્ટરનેટ કનેકશન આપવામાં આવે છે. આ બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્યંત જોખમી છે. ભૂતકાળમાં પણ આ કારણે ઘણા અકસ્માતના બનાવો બનેલા છે. જેમાં માનવ મૃત્યુના બનાવો પણ નોંધાયેલા છે. આમ જાહેર જનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્ટરનેટના કેબલ દૂર કરવા અત્યંત જરૂરી છે. જિલ્લા…
Read MoreDay: December 7, 2024
જિલ્લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારોમાં રસ્તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્લોટ પર અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવામાં આવતો હોવાનું ધ્યાને આવેલ છે. આ વ્યક્તિઓ દ્વારા એક જગ્યાએ ઢોરો એકત્ર કરી ગ્રાહકોને ઘાસચારો વેચી એકત્ર કરેલો ઢોરોને આપવામાં આવે છે. આ એકત્ર થયેલ ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્યવહારમાં અડચણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા…
Read Moreકચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્લા બહારના ડ્રાયવરો કિલનરની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવર, કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના…
Read Moreખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્થળોએ જુદા જુદા ટોલ પ્લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્સી સાથે કરાર કરી ચાર્જ વસૂલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા…
Read Moreકચ્છમાં તા.૦૮ ડિસેમ્બરના રોજ પોલીયો રવિવાર અંતર્ગત સઘન પલ્સ પોલીયો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ તા.૮ ડીસેમ્બર ૨૦૨૪ રવિવારના યોજાનાર પોલીયો રવિવાર સઘન પલ્સ પોલીયો કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કુલ ૪૬૫૯૬૯ ઘરોના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૩૨૦૯૬૨ બાળકોને આવરી લેવામાં આવશે. જે માટે જિલ્લા આરોગ્ય શાખા તરફથી પોલીયોના ૧૩૫૪ બુથોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જિલ્લા બહારથી આવતાં પ્રવાસી બાળકો માટે પણ હાઈવે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ખાતે પણ ૬૧ ટ્રાન્ઝિટ પોલીયો બુથો તેમજ ૨૭૦૮ ટીમ આ સાથે ૧૭૬ મોબાઈલ ટીમ રાખવામાં આવી છે. સોમવારે અને મંગળવારે ઘર-ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખા…
Read Moreકચ્છના માનવ વસાહત રહીત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી…
Read Moreઉચ્ચઅભ્યાસ બાદ ખેતી કરીને ગાંધીધામના વરૂણ શર્માએ અન્ય યુવાઓ માટે ચીંધ્યો નવો માર્ગ
હિન્દ ન્યુઝ, ભુજ એમબીએ સુધીનો અભ્યાસ કરેલ ગાંધીધામનો નવયુવાન ચુબડક ગામમાં પ્રાકૃતિક ખેતી કરી ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી નોંધપાત્ર આવક મેળવી રહ્યો છે. આજે જ્યારે યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી ખેતીથી વિખુમ થઇ રહ્યા છે ત્યારે ગાંધીધામના વરૂણ વિનોદ શર્માએ સફળ પ્રાકૃતિક ખેતી કરવાના સપનાને સાકાર કર્યું છે. પોતાના ખેતી કરવાના વિચારને અમલી કરવા જમીન ખરીદ કરી ખેતીના પાઠ ભણી હાલ તેઓ ખેતીમાં પારંગત બની ચુ્ક્યા છે. આજે તેઓ રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી સાથે એગ્રો બિઝેનસ કરીને નવું સિમાચિહ્ન બનાવ્યું છે. ૫૪ ગાયોના જતન સાથે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા વરૂણભાઇ…
Read Moreખેડૂતો માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર-ટ્રેલર તથા સોલાર પાવર યુનિટ/કીટની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, ભુજ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર-ટ્રેલર ઘટક, સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે Ikhedut portal પર ઓનલાઈન અરજીઓ માટે તા. ૦૫/૧૨/૨૦૨૪ થી સ્વીકારવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે
Read Moreખાવડા-પચ્છમના ખેડૂતોએ વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અંગે તાલીમ મેળવી
ભુજ કચ્છનો ખાવડા વિસ્તાર સુકા હવામાનનો પ્રદેશ છે. સ્થાનિકો વરસાદ આધારિત ખેતી અને પશુપાલન ઉપર નભે છે. ત્યારે ખેતી આધારિત આવકના અન્ય વિકલ્પો જેવા કે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ એ સમયની માંગ છે. આ વિષયો ઉપર સ્થાનિક ખેડૂતોને એગ્રોસેલ ફાઉન્ડેશન અને શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી દ્વારા સતત શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ જ કાર્યક્રમોની શ્રેણીના એક ભાગ તરીકે કિશાનો માટે વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારા ખાતે બે દિવસીય તાલીમ કમ પ્રેરણા પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો…
Read Moreકોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ઉપસ્થિત સૌને શ્રી અન્નનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી. ખેતીમાં મૂલ્યવર્ધન થકી ખેડૂતો નામના સાથે નાણા પણ મેળવી શકે તેનું ઉદાહરણ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે કોટડાસાંગાણી પંથકના વિવિધ ફ્લેવરવાળા ગોળ ગાંધીનગર સુધી જાણીતા બન્યા છે. કોટડા સાંગાણીથી દેવળીયાનો રસ્તો રૂ. ૩ કરોડના ખર્ચે મંજુર કરાયો છે. ઉપરાંત રીબડા…
Read More