કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ

હિન્દ ન્યુઝ, રાજકોટ

           રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ઉપસ્થિત સૌને શ્રી અન્નનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી.

      ખેતીમાં મૂલ્યવર્ધન થકી ખેડૂતો નામના સાથે નાણા પણ મેળવી શકે તેનું ઉદાહરણ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે કોટડાસાંગાણી પંથકના વિવિધ ફ્લેવરવાળા ગોળ ગાંધીનગર સુધી જાણીતા બન્યા છે. કોટડા સાંગાણીથી દેવળીયાનો રસ્તો રૂ. ૩ કરોડના ખર્ચે મંજુર કરાયો છે. ઉપરાંત રીબડા નારણકા વાળા રોડનું રૂ. ૨૩ કરોડ ૬૫ લાખના ખર્ચે વાઈડનીંગ કરવામાં આવશે. કોટડાસાંગાણી પડવલાનો રોડ પણ ૩૨ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

Related posts

Leave a Comment