હિન્દ ન્યુઝ , બોટાદ
બોટાદમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ટીબી નિર્મૂલન 100 દિવસ સઘન ટીબી કેમ્પેઈનનો શુભારંભ સમારોહ યોજાયો
– વહેલા જાગ્યા એ જ જીવનમાં જીત્યા છે
સઘન ટીબી કેમ્પેઈન કાર્યક્રમનો ઉદ્દેશ ટીબીના દર્દીઓને શોધી કાઢવા, તેમનું નિદાન અને ઉપચાર કરવાનો, ટીબીના દર્દીઓએ ચોક્કસ પણે 6 મહિના સુધી દવાઓ અને યોગ્ય દેખરેખ રાખવી જોઈએ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારશ્રીના સતત પ્રયાસોની ફળશ્રૃતિરૂપે આજે રાજ્યમાં શ્રેષ્ઠ મેડીકલ સારવાર ઉપલબ્ધ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લીલી ઝંડી આપી નિક્ષય વાનનું પ્રસ્થાન કરાવ્યું
