ખેડૂતો માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર-ટ્રેલર તથા સોલાર પાવર યુનિટ/કીટની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભુજ

વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર-ટ્રેલર ઘટક, સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે Ikhedut portal પર ઓનલાઈન અરજીઓ માટે તા. ૦૫/૧૨/૨૦૨૪ થી સ્વીકારવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે.

આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે

Related posts

Leave a Comment