કચ્છમાં તા.૦૮ ડિસેમ્બરના રોજ પોલીયો રવિવાર અંતર્ગત સઘન પલ્સ પોલીયો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ તા.૮ ડીસેમ્બર ૨૦૨૪ રવિવારના યોજાનાર પોલીયો રવિવાર સઘન પલ્‍સ પોલીયો કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કુલ ૪૬૫૯૬૯ ઘરોના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૩૨૦૯૬૨ બાળકોને આવરી લેવામાં આવશે. જે માટે જિલ્‍લા આરોગ્‍ય શાખા તરફથી પોલીયોના ૧૩૫૪ બુથોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જિલ્‍લા બહારથી આવતાં પ્રવાસી બાળકો માટે પણ હાઈવે, બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન ખાતે પણ ૬૧ ટ્રાન્ઝિટ પોલીયો બુથો તેમજ ૨૭૦૮ ટીમ આ સાથે ૧૭૬ મોબાઈલ ટીમ રાખવામાં આવી છે. સોમવારે અને મંગળવારે ઘર-ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે. આ કામગીરીમાં આરોગ્‍ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખા…

Read More

કચ્છના માનવ વસાહત રહીત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી…

Read More

ઉચ્ચઅભ્યાસ બાદ ખેતી કરીને ગાંધીધામના વરૂણ શર્માએ અન્ય યુવાઓ માટે ચીંધ્યો નવો માર્ગ

હિન્દ ન્યુઝ, ભુજ એમબીએ સુધીનો અભ્યાસ કરેલ ગાંધીધામનો નવયુવાન ચુબડક ગામમાં પ્રાકૃતિક ખેતી કરી ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી નોંધપાત્ર આવક મેળવી રહ્યો છે. આજે જ્યારે યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી ખેતીથી વિખુમ થઇ રહ્યા છે ત્યારે ગાંધીધામના વરૂણ વિનોદ શર્માએ સફળ પ્રાકૃતિક ખેતી કરવાના સપનાને સાકાર કર્યું છે. પોતાના ખેતી કરવાના વિચારને અમલી કરવા જમીન ખરીદ કરી ખેતીના પાઠ ભણી હાલ તેઓ ખેતીમાં પારંગત બની ચુ્ક્યા છે. આજે તેઓ રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી સાથે એગ્રો બિઝેનસ કરીને નવું સિમાચિહ્ન બનાવ્યું છે. ૫૪ ગાયોના જતન સાથે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા વરૂણભાઇ…

Read More

ખેડૂતો માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર-ટ્રેલર તથા સોલાર પાવર યુનિટ/કીટની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભુજ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર-ટ્રેલર ઘટક, સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે Ikhedut portal પર ઓનલાઈન અરજીઓ માટે તા. ૦૫/૧૨/૨૦૨૪ થી સ્વીકારવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે

Read More

ખાવડા-પચ્છમના ખેડૂતોએ વિભાગીય સંશોધન કેન્દ્ર કોઠારા ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ અંગે તાલીમ મેળવી

ભુજ         કચ્છનો ખાવડા વિસ્તાર સુકા હવામાનનો પ્રદેશ છે. સ્થાનિકો વરસાદ આધારિત ખેતી અને પશુપાલન ઉપર નભે છે. ત્યારે ખેતી આધારિત આવકના અન્ય વિકલ્પો જેવા કે એગ્રો ફોરેસ્ટ્રી અને પ્રાકૃતિક ખેત પધ્ધતિ એ સમયની માંગ છે. આ વિષયો ઉપર સ્થાનિક ખેડૂતોને એગ્રોસેલ ફાઉન્ડેશન અને શ્રી વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી દ્વારા સતત શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ જ કાર્યક્રમોની શ્રેણીના એક ભાગ તરીકે કિશાનો માટે વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારા ખાતે બે દિવસીય તાલીમ કમ પ્રેરણા પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો…

Read More

કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરીયા કોટડાસાંગાણીના ભાડવા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા ઉપસ્થિત સૌને શ્રી અન્નનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી.       ખેતીમાં મૂલ્યવર્ધન થકી ખેડૂતો નામના સાથે નાણા પણ મેળવી શકે તેનું ઉદાહરણ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે કોટડાસાંગાણી પંથકના વિવિધ ફ્લેવરવાળા ગોળ ગાંધીનગર સુધી જાણીતા બન્યા છે. કોટડા સાંગાણીથી દેવળીયાનો રસ્તો રૂ. ૩ કરોડના ખર્ચે મંજુર કરાયો છે. ઉપરાંત રીબડા…

Read More

જન-જનનું રાખો ધ્યાન, ટીબીમુક્ત ભારત અભિયાન

હિન્દ ન્યુઝ , બોટાદ બોટાદમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ટીબી નિર્મૂલન 100 દિવસ સઘન ટીબી કેમ્પેઈનનો શુભારંભ સમારોહ યોજાયો – વહેલા જાગ્યા એ જ જીવનમાં જીત્યા છે સઘન ટીબી કેમ્પેઈન કાર્યક્રમનો ઉદ્દેશ ટીબીના દર્દીઓને શોધી કાઢવા, તેમનું નિદાન અને ઉપચાર કરવાનો, ટીબીના દર્દીઓએ ચોક્કસ પણે 6 મહિના સુધી દવાઓ અને યોગ્ય દેખરેખ રાખવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારશ્રીના સતત પ્રયાસોની ફળશ્રૃતિરૂપે આજે રાજ્યમાં શ્રેષ્ઠ મેડીકલ સારવાર ઉપલબ્ધ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લીલી ઝંડી આપી નિક્ષય વાનનું પ્રસ્થાન કરાવ્યું

Read More

ભુજ ખાતે “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે “વિકાસ સૌરભ” પુસ્તિકાનું વિમોચન

હિન્દ ન્યુઝ, ભુજ      ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે આયોજીત કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને લોન/સહાય વિતરણના “ વંચિતો વિકાસની વાટે “ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીના હસ્તે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી “વિકાસ સૌરભ” વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.      વંચિતોના સાતત્યપૂર્ણ ૩૬૦ ડિગ્રી વિકાસના નિર્ધાર સાથે કાર્ય કરતી રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિકાસ માટે અમલી કરાયેલી શૈક્ષણિક, આવાસકીય, સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી જેવી તમામ યોજનાઓની આવશ્યક માહિતીનો “વિકાસ સૌરભ” પુસ્તિકામાં સમન્વય…

Read More

સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની કલેકટર કચેરી ભુજ ખાતે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભુજ        ભુજ કલેકટર કચેરી ખાતે ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી આયોજીત બેઠકમાં વન રેન્ક, વન પેન્શનના પ્રશ્નો, શહિદ સૈનિકોની વિધવા પત્નીઓના પેન્શન સંલગ્ન પ્રશ્નો, ગેસ્ટહાઉસની સુવિધા, આરોગ્ય સેવા વિષયક સહિતના પ્રશ્નોની રજૂઆત સાથે તેના ઉકેલ માટે સમિતિના સભ્યો દ્વારા હકારત્મક ચર્ચા-વિચારણા કરાઇ હતી. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના ઉપપ્રમુખ બ્રિગેડીયર રણબીરસીંગે, વીએસએમ(નિવૃત્ત) રજૂ થયેલા પ્રશ્નોનો વહીવટીતંત્ર તથા સંલગ્ન વિભાગોને સાથે રાખીને વહેલી તકે ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેવી ખાત્રી આપી…

Read More

ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

હિન્દ ન્યુઝ, ભૂજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે. હાલની સ્થિતીએ ૧૦ મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહિ, આ…

Read More