હિન્દ ન્યુઝ, રાજકોટ ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં દેશના યુવાનોને ઇન્ટર્નશિપમાં જોડાવાની તક મળી રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. યુવાનો આ યોજનાનો લાભ લેવા માટે http://pminternship.mca.gov.in વેબસાઇટ પર નામ નોંધણી કરાવી શકે છે. આ યોજનમાં નોંધણી કરાવવા માટેની અંતિમ તારીખમાં ૫ દિવસનો વધારો કરીને ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી વધારવામાં આવી છે. નામ નોંધણી સમયે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ (ધોરણ ૧૦/૧૨/ITI/ડિપ્લોમા/સ્નાતક)(લાગુ પડતા તમામ) જોડવાની રહેશે. આ અંગે વિશેષ માર્ગદર્શન માટે મદદનિશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ નો રૂબરૂ અથવા ૦૨૮૧-૨૪૪૦૪૧૯ નંબર…
Read MoreDay: November 12, 2024
માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ અને ઉમેદવારોની ફિઝિકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે પૂર્વેના ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, તરસાલી વડોદરા દ્વારા સંરક્ષણ ક્ષેત્ર જેમાં આર્મી, નેવી, એરફોર્સ, પેરા મીલીટરી ફોર્સ, પોલીસ, ફોરેસ્ટ, સીકયુરીટી વિવિધ ભરતી માટે વડોદરા જીલ્લાના ઉમેદવારોને તક મળે તે માટે આજરોજ ભરતી મેળો યોજાયો હતો. જેમાં શારીરિક અને લેખિત પરિક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં ૯૦ ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રેસુડેન્સીયલ તાલીમ યોજવામાં આવનાર છે .જેમાં ઉમેદવારોની…
Read Moreઅમેરિકાની સંસ્થાએ વડોદરાના દંત ચિકિત્સક નું સન્માન
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા ના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા એ દાંત અને તેની સારવાર, દંત ચિકિત્સા ના વિકાસ અને યોગદાનીઓ અંગે વિશ્વના વિવિધ દેશોએ બહાર પાડેલી ટપાલ ટિકિટો વિશેષ મહેનતથી એકત્ર કરી છે.તેઓ એ ગુજરાત અને દેશ માટે અનોખું ગણાય એવું દંત ચિકિત્સા અને તેના ઇતિહાસ વિષયક સંગ્રહાલય બનાવ્યું છે અને દંત આરોગ્ય રક્ષાના પ્રચારની જાગૃતિ માટે શાળાઓ મોટી સંખ્યામાં બાળકોને આ મ્યુઝિયમ બતાવે છે. ડો.ચંદારાણા ની જાહેર આરોગ્ય જાગૃતિની મથામણ ની અમેરિકા ના દંત ચિકિત્સકોની સંસ્થાએ નોંધ લીધી છે. તાજેતરમાં નવી દિલ્હીમાં અમેરિકન એકેડેમી ઓફ ઇમ્પ્લાંટ ડેન્ટ્રિસ્ટ્રી…
Read More