હિન્દ ન્યુઝ, નખત્રાણા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝયુઅલ એમ્પીયરમેન્ટ (NPCB & Vi)અંતર્ગત નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી તરફથી નખત્રાણાની વિવિધ શાળાઓનાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર. ફુલમાલી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ. કે. પ્રસાદના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે નોડલ ઓફિસર ડૉ. અજય ત્રિવેદીની આગેવાનીમાં આર.બી.એસ.કે. ટીમના ડો. શૈલી શુક્લા, ડો.અનિલ પંડ્યા અને ડો.કશ્યપ ડોડીયા દ્વારા નખત્રાણાની વિવિધ શાળાઓનાં બાળકોના આરોગ્યની તપાસણીમાં ૨૪૫ બાળકોની તપાસ કરતા ૧૨૫ બાળકોમાં દ્રષ્ટિની ખામી જણાઈ આવી હતી. આ બાળકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં…
Read MoreMonth: February 2024
આગામી ૧૦મીએ યોજાશે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, તાપી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો લોકાર્પણ અંગેનો કાર્યક્રમ સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં આગામી તા.૧૦/૦૨/૨૦૨૪નાં રોજ યોજાનાર છે. આ ઉપરાંત માન.રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે તા.૧૩/૦૨/૨૦૨૪નાં રોજ આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. તાપી જિલ્લામાં આગામી તા.૧૦/૦૨/૨૦૨૪નાં રોજ વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે તથા ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામ ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સંદર્ભે આવાસના લાભાર્થીઓની યાદી, લોકાર્પણ, ખાતમુહુર્તની વિગતો, કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની…
Read Moreસ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) એટલે સંકલ્પ સ્વચ્છ અને નિરોગી ભારત
હિન્દ ન્યુઝ, સુરત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનું નામાંકન બીજી ઓક્ટોબર-૨૦૧૪ના દિવસે માનનીય પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત સંપૂર્ણ ભારતને સ્વચ્છ અને નિરોગી કરવાનું આહ્વાન કર્યું હતું. શૌચાલયના બાંધકામ માટે સહાયનું ધોરણ ૩ ગણું વધારી આ યોજનાને સફળતા તરફ લઈ જઈ લોકોને પ્રોત્સાહન આપ્યું. તા.રજી ઓક્ટોબર પુ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રા અને શહેરી સંયુક્ત રીતે ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું…
Read Moreચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને નેશનલ હાઈવે-૪૭ પર દબાણ, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાને લઈ બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ચોટીલા ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને ચોટીલા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે-૪૭ પર ચોટીલા શહેરી વિસ્તારમાં દબાણ, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઈ એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ, તાલુકા પંચાયત અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માએ ઉપસ્થિત તમામ અધિકારીઓ/ કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા. આ બેઠક બાદ આસિસ્ટન્ટ કલેકટરના માર્ગદર્શન મુજબ હાઇવેની જમીન પર અતિક્રમણ કરનાર દુકાનદારો, હોટેલ માલિકો અને ધંધાર્થીઓમાં…
Read Moreતાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો – તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં તાપી જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની પ્રાથમિક શાળા કસવાવ, પ્રાથમિક શાળા કપુરા, પ્રાથમિક શાળા તાડકુવા ડુગરી, કાંજણ પ્રા.શા, પ્રાથમિક શાળા ખડકલા,પ્રાથમિક શાળા ટોકરવા,પ્રાથમિક શાળા શિખેર, પ્રા.શા.વેકદા, પ્રા.શા.રાયગઢ, વરજાખલ, ડોસવાડા, પ્રાથમિક શાળા ખરશી ખાતે ૧૦૮ની ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે મેગા ઇવેન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શાળાઓમાં બાળકોને કુદરતી…
Read Moreચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે ખેડૂત જોગ સંદેશ
હિન્દ ન્યુઝ, વલસાડ ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે ખેડૂત જોગ સંદેશ વલસાડ જિલ્લામાં ચણાના પાકની ખેતી કરતા ખેડૂતોએ પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે વિવિધ પગલા લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. જે મુજબ ખેડૂતોએ પાકમાં રોગ નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લેવા. • સૂકારાના રોગીષ્ટ છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ/લિટર દ્રાવણનો છંટકાવ કરવો. • પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા/હેક્ટર ૫૦ કિગ્રા ખાતર સાથે રોગીષ્ટ છોડની ફરતે રેડવું • સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે અને…
Read Moreગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આપત્તિ અન્વયે બચાવની પ્રવૃતિથી માહિતગાર થયા વિદ્યાર્થીઓ
ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આપત્તિ અન્વયે બચાવની પ્રવૃતિથી માહિતગાર થયા વિદ્યાર્થીઓ ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગુજરાત સરકાર ગાંધીનગર જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ કલેક્ટર કચેરી ગીર સોમનાથ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની ૭૮ પ્રાથમિક શાળાઓમાં આપત્તિ દરમિયાન બચાવ પ્રયુક્તિ અન્વયે વિદ્યાર્થીઓમાં યોગ્ય સમજ કેળવાય તેવા હેતુસર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તેમજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂકંપ, વીજળી પડવી, પૂર આવવું, શૉક લાગવો, અકસ્માત થવો વગેરે કુદરતી તેમજ માનવસર્જિત દુર્ઘટનાઓમાં સાવચેતી માટે ક્યા ક્યા પ્રકારના પગલા લેવા? આપત્તિ સામે રક્ષણાત્મક…
Read Moreઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક તેમજ હેરિટેજ સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના પર્યટન સ્થળો, આઇકોનીક પ્લેસ, જાહેર સ્થળો, ઐતિહાસિક સ્મારકો તેમજ હેરિટેજ સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ વોલેન્ટિયર્સ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
Read Moreદોરડા કૂદ, લંગડી, સાતોલિયું, સંગીત ખુરશી, આંબલી-પીપળી, લેજીમ, મગદળ જેવી રમતોની જિલ્લા કક્ષા પરંપરાગત રમત સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદના રાણીપ વિસ્તારની કે.આર.રાવલ સ્કૂલ ખાતે દોરડા કૂદ, લંગડી, સાતોલિયું, સંગીત ખુરશી, આંબલી-પીપળી, લેજીમ, મગદળ, માટીની કુસ્તી જેવી રમતોની જિલ્લા કક્ષા પરંપરાગત રમત સ્પર્ધાનું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમત ગમત અધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા આ રમતગમત સ્પર્ધાઓનું સંચાલન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાઓમાં 19 વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Moreઅમદાવાદમાં યોજાશે નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથલેટિક્સ મીટ 2024
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાત નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ-2024નું યજમાન બન્યું છે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેને પગલે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે રમતોના આયોજન માટે સ્થળની સમીક્ષા કરી. અધિકારીઓએ કેમ્પસમાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ચાલી રહેલા કાર્યની પ્રગતિ વિષયક સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામા, સચિવ આઈ. આર. વાળા, ઓ.એસ.ડી. ડૉ. પ્રો.અર્જુનસિંહ રાણા તથા એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ઓફિશિયલ્સ તેમજ એસ.એ.જી.ની ટીમના અન્ય સભ્યો સામેલ થયા હતા. ઉલ્લેખનીય…
Read More