હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા સુશ્રી રૂપલબેન બગદાણીયા કહે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર)નાં માધ્યમથી તેઓ હાલમાં પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન સાકાર થયુ છે. સરકારશ્રીની આવાસ યોજનાની સહાયથી પાકું મકાન મળતા અમારા સામાજિક મોભામાં વધારો થયો છે. ભાવનગરમાં પ્રાઇવેટ નોકરી કરી અને ધો.૧૦ અને ઘો.૧૨ માં અભ્યાસ કરતાં પોતાનાં બન્ને બાળકોની સારસંભાળની જવાબદારી સંભાળી રહેલ રૂપલબેન ખુશીની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, છેલ્લા ઘણાં સમયથી તેઓ ભાડાનાં મકાનમાં રહેતા હતા અને ભાડાનાં મકાનમાં તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ભાડાનાં મકાનમાં એક કરતા…
Read MoreMonth: February 2024
ગીર સોમનાથ ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો અને એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ખેલ મહાકુંભ ૨.૦ માં જિલ્લા કક્ષાની ખો-ખો અં-૧૭, ઓપન એજ ગ્રુપ ભાઇઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી વિવેકાનંદ વિનયમંદિર, સુત્રાપાડા ખાતે અને જિલ્લા કક્ષા એથ્લેટીક્સ અં-૯, અં-૧૧,અં-૧૪, અં-૧૭,ઓપન એજ ગ્રુપ ભાઈઓ/બહેનોની સ્પર્ધાનુ આયોજન શ્રી સોમનાથ એકેડેમી, કોડીનાર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તારીખોમા ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા નવી તારીખ મુજબ ખેલ મહાકુંભ ૨.૦ માં જિલ્લા…
Read Moreકલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સૂત્રને સાર્થક કરતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર સુધીના રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે કલેક્ટરના વડપણ હેઠળ સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓએ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી, પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના ઝીણાં ટૂકડાઓ, થર્મોકોલના નકામા ટૂકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખોચણાક બનાવ્યો હતો. કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરવા, વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે…
Read Moreમાન.વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તેમજ માન.મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં ૧,૨૭,૦૦૦ આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાનાર છે. આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારના ૧૧૫ વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર , એ.પી.એમ.સી, ક્વાંટ તેમજ ડી.બી. પારેખ હાઈસ્કુલ, સંખેડા ખાતે યોજશે. આ કાર્યક્રમ…
Read Moreવિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન: આયોજન – આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓ લાભ મળશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના ઝેર અને મીઠીબોર, કવાંટ તાલુકાના હાફેશ્વર અને જામલી(વ) ખાતે આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન:આયોજન કરી લાભ આપવામાં આવ્યા હતા. આ સંકલ્પ યાત્રા રાજ્યની કુલ આઠ ટ્રાયબલ જિલ્લાની ૪૬૫ ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરી રહી છે. છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. આધાર-પુરાવાના કારણે વંચિત રહેલા ગ્રામ્યજનોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓ ફરી વાર આયોજિત આ સંકલ્પ યાત્રાનો…
Read Moreજાંબુડા ગામના શ્રમિક પરિવારને મળ્યું ઘરનું ઘર
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં હજારો લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભાન્વિત બન્યા છે. દરેક નાગરિકને તેમનું ઘરનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જામનગર તાલુકાના જાંબુડા ગામના લાભાર્થી ઈન્દુબેન ઝીંઝુવાડિયાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મળ્યો છે. જામનગર તાલુકાના જાંબુડા ગામમાં શ્રીમતી ઈન્દુબેન ભરતભાઈ ઝીંઝુવાડિયા અને તેમના પરિવારજનો ખેતરમાં કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ પાકા મકાનમાં રહેવા માટે સક્ષમ ન હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી અન્ય પરિવારોની…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના થકી જામનગર તાલુકાના મજૂરી કામ કરતા મંજુલાબેનને મળ્યું પાકું ઘર
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર તાલુકાના શેખપાટ ગામના ખેત શ્રમિક મંજુલાબેન કૈલાશભાઈ ચાવડાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અન્વયે પાકું મકાન મળ્યું છે. લાભાર્થી શ્રી મંજુલાબેન ચાવડાએ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, ”અમે ખેતરોમાં કામ કરીને અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. આ યોજનાનો લાભ મળ્યા પૂર્વે અમે કાચા ઘરમાં રહેતા હતા. જેનાથી અમારા પરિવારને અનેક અગવડનો સામનો કરવો પડ્યો હતો. મેં પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે જાણકારી મેળવીને ફોર્મ ભર્યું હતું. જેમાં રૂ.1 લાખ 30 હજારની સહાય મંજુર થઈ જતા અમને ઘણો લાભ મળ્યો છે. સુંદર અને…
Read Moreઆઇટીઆઇ જામનગર ખાતે તા.12 ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તા.૧૨ના રોજ આઇટીઆઈના સેમિનાર હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે હાજર રહેવા ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreધ્રોલમાં આવતીકાલે તા.09 ફેબ્રુઆરીના જોબફેરનું આયોજન કરાશે
હિન્દ ન્યુઝ, ધ્રોલ જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા આવતીકાલે તારીખ 09 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસ, ખારવા રોડ, ધ્રોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર હાજર રહેવા માટે જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. …
Read Moreશિવરાજપુરમા જમીન પચાવી પાડતા આરોપીઓને ઝડપી પાડતી જસદણ પોલિસ
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે રહેતા રમેશભાઇ લક્ષ્મણભાઈ સોલંકી દ્વારા ફરીયાદ કરેલ કે, મારા માતાની માલિકીની કાયદેસર જમીન જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે સર્વે નં 310 પૈકી હે.આર 1-40-63 જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કોઈ પણ દાવા વગર જમીન પચાવી બાબતે ફરિયાદ કરતા જસદણ પોલિસ દ્વારા ગુનો નોંધી IPC કલમ 504, 114 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની મુજબ કલમ 4,5 મુજબ ગુનો નોંધી જસદણ પોલિસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપી વિરજીભાઈ રવજીભાઈ મકવાણા, ગોવિંદભાઈ જગાભાઈ મકવાણા તેમજ ચેતનભાઈ ઉર્ફ દુદાભાઈ પુંજાભાઈ…
Read More