હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી, જામનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2.0 અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 2.0 ના ભાગરૂપે જોડિયા તાલુકામાં તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રા, સ્પોર્ટ્સ નિરીક્ષકો તેમજ બહોળી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહયા હતા.
Read MoreDay: January 13, 2024
બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ વિવિધ કૃષિઉત્પાદન ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં નાળીયેરીના પાકનું ખૂબ જ ઉત્પાદન થાય છે. આ પાકમાં ખેડૂતોને સફેદ માખીના રોગ સહિત ઘણી મુશ્કેલીઓ આવે છે. જેથી તેમની મુશ્કેલીઓના નિવારણ માટે બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ખેડૂત સંવાદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં ખેડૂતલક્ષી તમામ સરકારી સહાય, સરકારી યોજનાઓ સહિતની માહિતી ખેડૂતોને આપવામા આવી હતી. આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, ઘણીવાર નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતોને સફેદ માખીના રોગ સહિત અન્ય મુશ્કેલીઓ આવે…
Read Moreસુત્રાપાડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના પ્રત્યેકની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તેવા શુભહેતુસર સેવા સેતુ કાર્યક્રમના નવમાં તબક્કા અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ વિવેકાનંદ વિનય મંદિર હાઈસ્કૂલ સુત્રાપાડા ખાતે યોજાયો હતો. વેરાવળના પ્રાંત અધિકારી કે.વી.બાટી તેમજ પૂર્વ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકોની હાજરી સાથે આ સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે પ્રાંતઅધિકારીએ વધુમાં વધુ લોકોને સરકારની સેવાનો લાભ લેવા અપીલ કરી હતી.
Read Moreગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાઅધ્યક્ષસ્થાને દિશા સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મુછાર સહિતના જનપ્રતિનિધિઓ અને કલેક્ટર એચ.કે.વઢવાણિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગની યોજનાઓ અને કામો લક્ષ્યાંક મુજબ વહેલી તકે પૂર્ણ કરવા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકને સંબોધતા સાંસદ એ જણાવ્યું હતું કે દિશા સમિતિ જિલ્લામાં વિવિધ વિભાગના બાકી કામો ઝડપી પૂરા કરવા તેમજ જરુરિયાત…
Read Moreરાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન આદોલન યોજાશે એમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને…
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા. ૧૩ જાન્યુઆરીના રોજ ભ્રમણ કરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નાં રથો ગામે ગામ ફરી રહ્યાં છે. જેમાં આવતીકાલે તા. ૧૩/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં ગઢુલા, સખવદર, બપાસરા અને ધારડી મહુવા તાલુકામાં મોટા ખુંટવડા તેમજ જેસર તાલુકામાં ચિરોડા અને છાપરીયાળી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ભ્રમણ કરશે.
Read Moreવેરાવળ ખાતે સંભવિત ફેબ્રુઆરી -૨૦૨૪ માં યોજાનાર સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબીરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ચુનંદા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા રૂપે કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓનાં ઉપક્રમે દર વર્ષે ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે સંભવિત ફેબ્રુઆરી-૨૦૨૪નાં અનુકૂળ ૧૦ દિવસ દરમ્યાન વેરાવળ ખાતેનાં અરબી સમુદ્રમાં શિબીર યોજવાનું નક્કી કરેલ છે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૩નાં રોજ ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસિક…
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EK 0001 થી 9999 અને હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EJ 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૫-૦૧-૨૦૨૪ થી તા.૧૭-૦૧-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૭-૦૧-૨૦૨૪ થી તા.૧૯-૦૧-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read More