વેરાવળ ખાતે સંભવિત ફેબ્રુઆરી -૨૦૨૪ માં યોજાનાર સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબીરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ગુજરાત રાજ્યનાં ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ચુનંદા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા રૂપે કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓનાં ઉપક્રમે દર વર્ષે ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે.

ચાલુ વર્ષે સંભવિત ફેબ્રુઆરી-૨૦૨૪નાં અનુકૂળ ૧૦ દિવસ દરમ્યાન વેરાવળ ખાતેનાં અરબી સમુદ્રમાં શિબીર યોજવાનું નક્કી કરેલ છે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતીઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૩નાં રોજ ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસિક રીતે તંદુરસ્ત હોય તેમજ સામાન્ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને નિયત નમૂનાનું અરજી ફોર્મ કચેરીનાં બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી ડાઉનલોન કરી જરૂરી માહિતી ભરી તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં-૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ તા.વેરાવળ જિ.ગીર સોમનાથ – ૩૬૨૨૬૫ ખાતે બારોબાર મોકલી આપવાની રહેશે.

શિબીર માટે પસંદગી કરતાં પહેલા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટીમાંથી ઉતિર્ણ થનાર ૨૫ યુવક યુવતીઓની શિબીર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્પનાં સ્થળ સુધી આવવા-જવાનું પ્રવાસ ખર્ચ (સાદી એસ.ટી.બસ)નું ભાડુ, નિવાસ, ભોજન આપવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

 

 

 

Related posts

Leave a Comment