ગીર-સોમનાથ જિલ્લાનાં ખેડુતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    ગીર સોમનાથ જિલ્લાના ખેડુતો માટે આઇ ખેડુત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના” માટે ઓનલાઈન અરજીઓ માટે તા. ૨૯/૧૨/૨૦૨૩ થી આઈ- ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.  જેમાં રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાના “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના” માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ ૨૮-૦૧-૨૦૨૪ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં નાણાંકીય લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે…

Read More

ગીર-સોમનાથ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા તા.૩ જાન્યુઆરીના દ્રોણેશ્વર ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનીકચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૩-૨૪ આગામી તા.૦૩ જાન્યુઆરીને સવારે ૯ કલાકથી શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, દ્રોણેશ્વર ખાતે યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ૧૪ કુતિમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત/ ભજન, તબલા, હાર્મોનિયમ તેમજ સીધી જિલ્લાકક્ષાની ૯ કૃતિમાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા, છંદ, ચોપાઇ, સર્જનાત્મક કારીગરી,…

Read More

ભોજદે ખાતે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વિકસીત ભારત સંકલ્પ યાત્રા”અંતર્ગત ગીર-સોમનાથ સમગ્ર જિલ્લાના વિવિધ ગામડાઓમાં નિયત આયોજન મુજબ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામ ખાતે તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાત્રતા ધરાવતા વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના વીઝનને આપણા સૌના સહિયારા પ્રયાસોથી સાકાર કરવાનુ છે તેમજ તેમણે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણનું જતન કરવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો…

Read More

આજથી “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના”માટે ઓનલાઈન અરજી માટે પોર્ટર ખુલ્લુ મુકાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    રાજયના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના હેઠલ મહત્તમ લાભ મળી રહે તે આશયથી વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના”માટે ઓનલાઈન અરજીઓ તા.૨૯/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી તા.૨૮-૦૧-૨૦૨૪ સુધી સ્વીકારવામાં આવશે.આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાનાકીય લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે જે ઘ્યાને લઇ અત્રેના જિલ્લાના ખેડૂતોએ “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર…

Read More

પી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તા.02/01/2024 મંગળવારના રોજ સવારના 11.00 કલાકે આઇ.ટી.આઇ.છોટાઉદેપુર ખાતે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ પી.એમ.વિશ્વકર્મા યોજના હેઠળ તા૦૨/૦૧/૨૦૨૪ મંગળવારના રોજ સવારના 11.00 કલાકે આઇ.ટી.આઇ., છોટાઉદેપુર ખાતે મફત રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના કારીગરો કે જેઓ પી.એમ.વિશ્વકર્માના લાભાર્થી તેવા ૧.સુથારકામ,૨.બોટ નાવડી બનવાર, ૩.લુહાર,૪.બખ્તર/ચપ્પુ બનવાર, ૫.હથોડી અને ટુલકીટ બનાવનાર, ૬.તાળા બનાવનાર, ૭.કુંભારકામ, ૮.શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર, ૯.મોચી /પગરખાં બનાવનાર કારીગર, ૧૦.કડિયાકામ, ૧૧.વાળંદ(નાઈ), ૧૨.બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર /કોયર કારીગર, ૧૩.દરજીકામ, ૧૪.ધોબી, ૧૫.ફૂલોની માળા બનાવનાર માળી, ૧૬.માછલી પકડવાની જાળી બનાવનાર, ૧૭.ઢીંગલી અને રમકડાંની બનાવટ (પરંપરાગત), ૧૮.સોની. જેવા ૧૮ પ્રકારના ટ્રેડ સાથે સંકળાયેલ કારીગરોનું કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આથી…

Read More

વડાપ્રધાનશનાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનનાં ઈન્‍ટરએક્ટીવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા”ની સાતમી આવૃતિ જાન્યુઆરી/ફેબ્રુઆરી – ૨૦૨૪માં ટાઉનહોલ ફોર્મેટ, ટાલકટોરા સ્ટેડિયમ, ન્યુ દિલ્હી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ધોરણ ૬ થી ૧૨નાં વિદ્યાર્થીઓ, તેમનાં માતા-પિતા અને શિક્ષકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ શકે છે.જેનો ઉદ્દેશ્ય આવનારી બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિર્ભયપણે આત્મવિશ્વાસ પૂર્વક આપી શકે તે માટેનો છે. જેમાં વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે તા. ૧૨/૧૨/૨૦૨૩થી તા.૧૨/૦૧/૨૦૨૪ દરમ્યાન https:/innovateindia.mygov.in/ppc-2024પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે તેમજ MCQ આધારિત પ્રશ્નોની સ્પર્ધામાં ભાગ લઈને પ્રશ્નો…

Read More

ઈ –શ્રમ કાર્ડ ધારકોને એક્સ –ગ્રેશીયાના લાભ બાબતે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના તા.૨૪/૦૮/૨૦૨૩ ના પત્રથી ઈ-શ્રમ કાર્ડ ધારકને એક્સ –ગ્રેશિયા ચુકવણી કરવા અંગેની કાર્ય પદ્ધતિ નક્કી કરેલ છે. તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી કરાવ્યા બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા મૃત્યુ થયેલ હોય કે અકસ્માતથી અપંગતા આવેલ હોય તેવા કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીના વારસદાર કે અસંગઠિત શ્રમયોગીને પોતાને અકસ્માતથી મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ.૨ લાખ અને આંશિક અપંગતાના કિસ્સામાં રૂ.૧ લાખનો લાભ મળવાપાત્ર છે. આથી તા.૩૧/૦૩/૨૦૨૨ કે તેની પહેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય અને નોંધણી…

Read More

હર્ષભાઈ સંઘવી રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે કવાંટ ખાતે નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકર્પણ કરશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું લોકોર્પણ કરીને તાલુકાને મળતી સેવાઓમાં ઉમેરો કરશે. લોકાર્પણ સમારોહ બપોરે ૧૨.૩૦ કલાકે યોજાશે. જ્યાં છોટા ઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેકટર શ્રીમતી સ્તુતિ ચારણ સહિતના પદાધિકારી, અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગૃહ રાજયમંત્રી નાગરિકોને નવીન બસ સ્ટેશનની ભેટ આપશે.      

Read More

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે હવેથી ન્યુરોસર્જન સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ ફૂલ ટાઈમ મળી રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જીલ્લાની એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન સુપર સ્પેશ્યાલીટીની સેવાઓ હાલ (ફૂલ ટાઈમ) ડો. તેજસ ચોટાઈનાં જોડાવવાથી શરુ થયેલ છે. તેઓ દર શુક્રવારે ઓપીડી અને મંગળવાર તથા ગુરુવારે ઓપરેશન કરશે. આ ઉપરાંત સંસ્થા ખાતે બે ન્યુરોસર્જન ડો. હર્ષ શાહ (દર બુધવારે) અને ડો. પવન વસોયા (દર સોમવારે) પણ સી.એમ.સેતુ અંતર્ગત સુપર સ્પેશ્યાલીટી સેવાઓ આપી રહ્યા છે. સી.એમ.સેતુ અંતર્ગત વિવિધ સુપર સ્પેશ્યાલીટી જેવી કે ડો. ધીરેન બુચ, યુરોલોજીસ્ટ (દર બુધવારે) ડો. કુશલ કપાસી (દર શુક્રવારે), ડો. અમિત સીતાપરા, પીડીયાટ્રીક સર્જન…

Read More

જામનગર જિલ્લામાં આગામી તા.07 જાન્યુઆરીના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર      ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક 47/2023-24 ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની લેખિત પરીક્ષાઓ યોજાશે. જામનગર જિલ્લામાં આગામી તા.07/01/2024 ના રોજ સવારના 10:00 કલાકથી બપોરના 01:00 સુધી અને બપોરના 03:00 કલાકથી સાંજના 06:00 સુધી લેખિત પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેથી, જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે…

Read More