ભોજદે ખાતે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    વિકસીત ભારત સંકલ્પ યાત્રા”અંતર્ગત ગીર-સોમનાથ સમગ્ર જિલ્લાના વિવિધ ગામડાઓમાં નિયત આયોજન મુજબ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામ ખાતે તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાત્રતા ધરાવતા વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના વીઝનને આપણા સૌના સહિયારા પ્રયાસોથી સાકાર કરવાનુ છે તેમજ તેમણે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણનું જતન કરવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયાએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ સ્વચ્છતા વિશે વાત કરી હતી. સરપંચ ના પ્રતિનિધી સરમણભાઈએ વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભોજદે ગ્રામજનોના સહિયારા પ્રયાસોની વાત કરી હતી.

આ કાર્યક્રમમાં આયો રે શુભ દિન ગીત દ્વારા મહાનુભાવોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને બાલીકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા તેમજ ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અક્ષયભાઈ અને જીલબેનએ પોતાના અનુભવો વર્ણવ્યા હતાં. મેરી કહાની મેરી જુબાની સરકારની પીએમ આવાસ અને આયુષ્માન કાર્ડ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા.

તદુપરાંત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ગ્રામજનોએ વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ વિકાસની ઝાંખી રજુ કરતી શોર્ટફિલ્મ નિહાળવામાં આવી હતી અને ડ્રોન નિર્દશન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ અનિલા બારડ, સરપંચ શાંતીબેન બારડ, નાયબ ક્લેકટર ભૂમિકાબેન વાટલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગણાત્રા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રોય, એટીડીઓ મયુર વ્યાસ, અગ્રણી સર્વ વિમલભાઇ વાડોદરીયા, જશુભાઈ બારડ, બચુભાઇ ચાંડેરા સહિતના ગ્રામજનો સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

Related posts

Leave a Comment