ગીર-સોમનાથ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા તા.૩ જાન્યુઆરીના દ્રોણેશ્વર ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

 રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનીકચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૩-૨૪ આગામી તા.૦૩ જાન્યુઆરીને સવારે ૯ કલાકથી શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, દ્રોણેશ્વર ખાતે યોજાશે.

જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ૧૪ કુતિમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત/ ભજન, તબલા, હાર્મોનિયમ તેમજ સીધી જિલ્લાકક્ષાની ૯ કૃતિમાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા, છંદ, ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્યસંગીત તાલુકા કક્ષાની ૧૪ કૃતિના પ્રથમ નંબરના વિજેતા કલાકારો તથા જિલ્લા કક્ષાની સીધી ૯ કૃતિનીસ્પર્ધાઓના કલાકારો પોતાની ઉત્કૃષ્ટ કલાનુ પ્રદાન કરશે.

                                                  

 

Related posts

Leave a Comment