ગીર-સોમનાથ જિલ્લાનાં ખેડુતોને સનેડો કૃષિ સાધનની ખરીદી માટે આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લાના ખેડુતો માટે આઇ ખેડુત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના” માટે ઓનલાઈન અરજીઓ માટે તા. ૨૯/૧૨/૨૦૨૩ થી આઈ- ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

 જેમાં રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાના “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના” માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ ૨૮-૦૧-૨૦૨૪ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં નાણાંકીય લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના” માં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે ૮-અ, આધાર્કાર્ડની નકલ અને બેંક પાસ બુકની નકલ રાખવાની રહેશે અને ઓનલાઇન અરજી કરી અને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.

                                                   

 

Related posts

Leave a Comment