હિરલવેલ ગામમાં હવે કાજલબેનનું ઘર તેમની દિકરીના નામેથી ઓળખાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત દિકરીના નામની નેમ પ્લેટ આપીને કાજલબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જે પ્રસંગે કાજલબેને પોતાના પ્રતિભાવ આપતા જણાવતા કહ્યુ હતું કે, મારી દિકરીનુ નામ તનિકા છે બેટી પઢાઓ બેટી બચાઓ અંતર્ગત સરકાર દ્વારા દિકરીઓને વિવિધ યોજનાઓથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે તેમજ આજે મને મારી દિકરી તનિકા નામવાળી નેમપ્લેટ આપીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મને સન્માનિત કરવામા આવી છે અને હવે અમારુ ઘર મારી દીકરી તનિકા મહેશભાઈ કંડોરિયાના નામથી ઓળખાશે. જેથી દીકરીના જન્મ માટે સમાજ પણ પ્રોત્સાહિત થશે અને તેમણે વધુમા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

                                      

 

Related posts

Leave a Comment