પી.એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તા.02/01/2024 મંગળવારના રોજ સવારના 11.00 કલાકે આઇ.ટી.આઇ.છોટાઉદેપુર ખાતે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ પી.એમ.વિશ્વકર્મા યોજના હેઠળ તા૦૨/૦૧/૨૦૨૪ મંગળવારના રોજ સવારના 11.00 કલાકે આઇ.ટી.આઇ., છોટાઉદેપુર ખાતે મફત રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના કારીગરો કે જેઓ પી.એમ.વિશ્વકર્માના લાભાર્થી તેવા ૧.સુથારકામ,૨.બોટ નાવડી બનવાર, ૩.લુહાર,૪.બખ્તર/ચપ્પુ બનવાર, ૫.હથોડી અને ટુલકીટ બનાવનાર, ૬.તાળા બનાવનાર, ૭.કુંભારકામ, ૮.શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર, ૯.મોચી /પગરખાં બનાવનાર કારીગર, ૧૦.કડિયાકામ, ૧૧.વાળંદ(નાઈ), ૧૨.બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર /કોયર કારીગર, ૧૩.દરજીકામ, ૧૪.ધોબી, ૧૫.ફૂલોની માળા બનાવનાર માળી, ૧૬.માછલી પકડવાની જાળી બનાવનાર, ૧૭.ઢીંગલી અને રમકડાંની બનાવટ (પરંપરાગત), ૧૮.સોની. જેવા ૧૮ પ્રકારના ટ્રેડ સાથે સંકળાયેલ કારીગરોનું કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આથી ઉકત વ્યવસાય સાથે સંકળાયેલ કારીગરો આ કેમ્પમાં આધારકાર્ડ,આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ,રેશનકાર્ડ અને બેંક પાસબુકની અસલ કોપી સાથે હાજર રહેવા જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment