હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં અવિરત ચાલે રહેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાલીતાણા તાલુકાના માયધાર ગામે આવી પહોંચતા રથનું સ્વાગત કરાયું હતું. આ યાત્રા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ૧૭ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે હેતુસર ચાલી રહી છે. જેમાં પાલિતાણા તાલુકાના માયધાર ગામે રથ આવતા લોકો દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામમાં વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવેલા લોકોનું સન્માન અને વિકસિત ભારત માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
Read MoreMonth: December 2023
વલભીપુર તાલુકાના હડમતીયા અને ખેતાટીંબી ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 17 જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે હેતુસર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ વલભીપુર તાલુકાના હડમતીયા ગામે આ રથ આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને યોજનાકીય લાભો પુરા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત વલભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામે રથ આવતા અને સાથે જ ગ્રામજનો દ્વારા રથને આવકારી ગામના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ પ્રાપ્ત કરાવ્યા હતા. ગામમાં સિદ્ધિ મેળવેલા…
Read Moreભાવનગર જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તા. ૦૩ ડિસેમ્બરનો રુટ
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે. જેમાં આવતીકાલે તા. ૦૩/૧૨/૨૦૨૩ નાં મહુવા તાલુકાનાં નાના પીપળવા અને મોટા પીપળવા, પાલિતાણા તાલુકામાં લાપળિયા અને મેંઢા, શિહોર તાલુકામાં સેંદરડા અને વાવ, ભાવનગર તાલુકાનાં નર્મદ/ખેતા ખાટલી અને કાળા તળાવ, વલ્લભીપુર તાલુકામાં કંથારીયા અને પચ્છેગામ, તળાજા તાલુકામાં મધુવન અને ઝાંઝમેર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
Read Moreતળાજાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત બે લાખનો ચેક અર્પણ
હિન્દ ન્યુઝ, ભાવનગર તળાજા તાલુકાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત કુદરતી મુત્યુ માં પરીવારને બેંક દ્વારા બે લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા ઢાપા અશ્વિનભાઈ નટુભાઈનું કુદરતી મુત્યુ થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા બેંક કર્મચારી સ્ટાફ દ્વારા ઢાપા અશ્વિનભાઈ ને કુદરતી મુત્યુનાં કિસ્સામાં પરિવાર ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઢાપા અશ્વિનભાઈએ 436 રૂપિયા પ્રધામંત્રી જીવન જયોતિ બીમાં નું પ્રીમિયમ ભરેલું હતું. આ પ્રીમિયમ આખા વર્ષ નું 436 રૂપિયા પ્રીમિયમ છે . જેનાથી કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો…
Read Moreભાવનગરના સનેસ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ભાવનગરના સનેસ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર સરકારની ૧૭ યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાગરિકોના આરોગ્યની તપાસણી તથા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ દરમિયાન યાત્રાનું સ્વાગત, પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ, મેરી કહાની મેરી ઝુબાની…
Read Moreભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા અને કરચલીયા પરા વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા -જુદા વોર્ડ માં તારીખ 28 -11 -23 થી તારીખ 4 -12 -23 સુધી રોજ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજરોજ તા. 2- 12- 23 ને શનિવારે સવારે 9:00 કલાકે ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં તેમજ બપોરે 3 કલાકે કરચલીયા પરા વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને પદાધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા…
Read Moreભાવનગર બસ સ્ટેશન ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઈન નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” હિન્દ ન્યુઝ, ભાવનગર આજ રોજ ભાવનગર બસ સ્ટેશન ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” નાં બેનર હેઠળ રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. આ કેમ્પેઇન હેઠળ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે કેમ્પેઈનનો લોગો, જિંગલ અને QR કોડ પેસેન્જર ફીડબેક સીસ્ટમ લોન્ચ કરવામાં આવેલ છે. ભાવનગર બસ સ્ટેશન ખાતે પણ “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઈન ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, રાજીવભાઈ પંડયા,વિભાગીય નિયામક ભાવનગર એસ.પી. માત્રોજા, સીની.ડેપો મેનજર કે.જે. મહેતા, નિગમનાં માન્ય. યુનિયનનાં આગેવાનઓ, ડેપોના કર્મચારીઓ અને મુસાફરોની હાજરીમાં લોન્ચ કરવામાં આવેલ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તમામ મતદાન મથકોએ તા.૦૩ અને ૯ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે. જિલ્લાના તમામ મતદાન મથકોએ મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તેવા આશયથી તા.૩ અને ૯ ડિસેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યુ છે.
Read Moreગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોને ‘મીલેટ પ્રોસેસીંગ યુનિટ’ બનાવવા આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશે અરજી
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મિલેટ પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે નાણાકિય સહાય આપવાની યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોને “મિલેટ પ્રોસેસિંગ યુનિટ” બનાવવા માટે સહાય મેળવવા ઓનલાઇન અરજી https://ikhedut.gujarat.gov.in પર કરી શકાશે. જેમાં “મિલેટ પ્રોસેસિંગ યુનિટ” બનાવવા માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોએ જરૂરી આધાર પુરાવા જેવા કે ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ, વગેરે સાથે પોતે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે અરજી કરી શકશે.
Read Moreસોમનાથ ખાતે તા. ૪ ડિસેમ્બરના રોજ બીચ વોલીબોલ (અંડર- ૧૭) ભાઇઓની સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સરકારના, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત સીધી રાજયકક્ષા શાળાકીય બીચ વોલીબોલ અંડર- ૧૭ (ભાઇઓ)ની સ્પર્ધા તા. ૪ ડિસેમ્બરના રોજ સોમનાથ બીચ એરિયા પોલીસ સ્ટેશનની સામે સોમનાથ ખાતે યોજાશે જેમાં રાજયકક્ષા શાળાકિય બીચ વોલીબોલ અંડર- ૧૭ (ભાઇઓ)ને સ્પર્ધા માટે રિપોર્ટિંગ તા.૩ ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ હાઇસ્કુલ, શંખ સર્કલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે કરવાનું રહેશે તેમજ સ્પર્ધા તા. ૪ ડીસેમ્બરના…
Read More