તળાજાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત બે લાખનો ચેક અર્પણ

હિન્દ ન્યુઝ, ભાવનગર

તળાજા તાલુકાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત કુદરતી મુત્યુ માં પરીવારને બેંક દ્વારા બે લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા ઢાપા અશ્વિનભાઈ નટુભાઈનું કુદરતી મુત્યુ થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા બેંક કર્મચારી સ્ટાફ દ્વારા ઢાપા અશ્વિનભાઈ ને કુદરતી મુત્યુનાં કિસ્સામાં પરિવાર ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ઢાપા અશ્વિનભાઈએ 436 રૂપિયા પ્રધામંત્રી જીવન જયોતિ બીમાં નું પ્રીમિયમ ભરેલું હતું. આ પ્રીમિયમ આખા વર્ષ નું 436 રૂપિયા પ્રીમિયમ છે . જેનાથી કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે. આ વીમો લીધેલ હોઈ વારસદાર ને બેંક ખાતામાં વીમા રકમ જમા કરી આપવામાં આવે છે.

એસ.બી.આઇ. બેંક પીથલપુરનાં બ્રાન્ચ મેનેજર સિધ્ધાર્થ સાગર,  ભૂપેન્દ્ર પરમાર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવે છે કે સરકારના પ્રધામંત્રી જીવન જયોતિ વીમા તેમજ પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અચૂક કરાવવા જણાવાયું છે.

Related posts

Leave a Comment