કાલાવડ તાલુકાનાં ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં, ગ્રામજનોની ટી.બી, સિકલ સેલ સહીતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. …

Read More

માન.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ  દેશના માન. ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી અમિતભાઈ શાહ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી તેઓ નું સ્વાગત અભિવાદન ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા પુષ્પગુચ્છ સાથે કરવામાં આવ્યું હતું.  અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના દર્શન કરી દેવાધિદેવ સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. આ અવસર પર તેઓ એ પરિવારજનો અને સ્વજનો સાથે શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, પાઘ પૂજા કરી હતી. સાથે જ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓએ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવશે…

Read More

આયુષ્યમાન કાર્ડ દ્વારા કેન્સરની વિનામૂલ્યે સારવાર, મળ્યું નવું જીવન- લક્ષ્મણભાઈ મકવાણા (સનેસ – ભાવનગર)

હિન્દ ન્યુઝ, ભાવનગર   આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીને 10 લાખ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના સનેસ ગામના વતની લક્ષ્મણભાઈ મકવાણા કેન્સરથી પીડિત હતા ત્યારે PMJAY યોજના તેમના જીવનમાં આશીર્વાદ સ્વરૂપમાં આવી. આ યોજનાનો લાભ લઈ લક્ષ્મણભાઈ મકવાણાએ ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી અને આજે તેઓ સ્વસ્થ અને ખુશાલીભર્યા જીવનનો આનંદ માણી રહ્યા છે.

Read More

ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે લોકો લઈ રહ્યા છે મતદાર સુધારણા યાદીના સ્ટોલનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ની શરૂઆત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે. તેની સાથો સાથ ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં મતદાર સુધારણા યાદીના સ્ટોલની લોકો મુલાકાત લઈને માર્ગદર્શન મેળવી રહ્યા છે.   જે અંતર્ગત આજરોજ ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં વિસ્તારમાં રથ આવી પહોંચ્યો હતો. જેમાં મતદાર સુધારણા યાદી અંગેના સ્ટોલમાં બી.એલ.ઓ. ઉપસ્થિત રહીને મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી અને સુધારા કરાવવા અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છે જ્યારે ફોર્મ વિતરણ કરીને જરૂરી ડોક્યુમેન્ટની યાદી…

Read More

ભાવનગરના તાલુકાના ગામોમાં હેલ્થ સુપરવાઇઝર સરકારની યોજનાઓની સરળ શૈલીમાં લોકોને માહિતગાર કરી રહ્યા છે

હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર કાર્યરત છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.  આમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આવરી લેવાયેલ ૧૭ જેટલી યોજનાઓને આવરી લઈને અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર મનોજભાઇ રાવલે એક વાર્તા બનાવી છે જેમાં મહત્તમ યોજનાઓને…

Read More

ભાવનગરના રાજેશભાઇ ચૌહાણ ને મળ્યો PGVCLની યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચે તે માટે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ છેવડાના અને ગરીબ ઘરના લોકોને સરકારના તમામ લાભ પહોચાડવાનો છે. ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાંઓમાં સાથે ભાવનગર મહાનગરપાલિકા ના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ભાવનગરમાં રહેતા રાજેશભાઇ ખોદભાઈ ચૌહાણને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પીજીવીસીએલ ની એસપીસી (સ્પેશિયલ કોમ્પોનન્ટ પાવર) યોજનાનો લાભ મળતા નિ:શુલ્ક વીજ…

Read More

સનેસ ગામના છગનભાઇ ડાંગરને મળ્યું પોતાનું ઘર નું ઘર

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છેવાડાના માનવી સુધી સરકાર ની વિવિધ યોજના વિશે જાણકારી પહોંચે તે હેતુસર જિલ્લામાં રથ ધપાવવામાં આવી રહ્યા છે.  ત્યારે જન કલ્યાણકારી યોજનાઓમાં આવાસ યોજના (ગ્રામીણ)નો સમાવેશ થાય છે. છગનભાઇ ડાંગર ભાવનગર જિલ્લાના સનેસ ગામના રેહવાસી છે. આવાસ યોજના અંતર્ગત છગનભાઇ ડાંગરને પોતાના ઘર નું ઘર મળ્યું છે.   છગનભાઇ ડાંગર પશુપાલક છે. છેલ્લા 10 વર્ષથી તેઓ પત્રાના ઘરમાં વસવાટ કરતાં હતાં. આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત છગનભાઇને પાકું મકાન અને મજુરી પ્રાપ્ત થયેલ છે. આવાસ યોજના થકી છગનભાઇને 1 લાખ ૨૦ હજાર રૂપિયા પ્રાપ્ત…

Read More

સરકાર ની મદદથી મને વિનામૂલ્યે અનાજ મળે છે – શ્રીમતી બાલુબેન સાગઠીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા છેવાડાના માનવી સુધી સરકાર ની વિવિધ યોજના વિશે જાણકારી મળી રહે અને તેનો લાભ સર્વે લઇ શકે તે અર્થે આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.  આ યોજનાઓમાં NFSA ની યોજના નો પણ સમાવેશ થાય છે. ભાવનગરના વતની અને દીરપ ચોક નજીક રહેતા શ્રીમતી બાલુબેન સાગઠીયા આ યોજના નો લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત તેમને ઘઉં અને ચોખા વિનામૂલ્યે મળે છે અને ખાંડ, તેલ, ચણા અને મીઠું રાહત દરે મળે છે.  આ યોજના થકી શ્રીમતી બાલુબેન સાગઠીયા નું જીવન વધુ…

Read More

ઉજ્જ્વલા યોજનાના કારણે ભાવનગરના લાભાર્થી શ્રીમતી રીનાબેન પરમારને મળી મુશ્કેલીઓમાંથી મુક્તિ 

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગરના ખેડૂતવાસમાં રહેતા રીનાબેન સરકારનો આભાર માનિયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો મુખ્ય હેતુ સરકારૂ યોજનાઓની પહોંચ ૧૦૦ ટકા કરવાનો છે. ભાવનગરના ખેડૂતવાસ ના રેહવાસી શ્રીમતી રીનાબેન પરમાર ને ઉજ્જ્વલા યોજના નો લાભ મળી રહ્યો છે. ઉજ્જ્વલા યોજના અંતર્ગત LPG ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવે છે.  આ યોજના અંતર્ગત ૧ LPG ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અને તદુપરાંત ૩૦૦ રૂપિયા સબસિડી પેટે આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થી ને ૧૦ લાખનો સુરક્ષા વિમો પણ આપવામાં આવે છે.  ઉજ્જ્વલા યોજના થકી શ્રીમતી રીનાબેન પરમારનું જીવન વધુ સરળ થયું છે જે…

Read More

ઉમરાળા ખાતે તા.૩ ડીસેમ્બરના મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તા.૨૭ ઓકટોબર થી તા.૦૯ ડિસેમ્બર સુધી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત નવા નામ દાખલ કરવા, નોંધાયેલ નામ કમી કરાવવા તથા મતદારની વિગતોમાં સુધારા કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા રવિવારના ખાસ ઝુંબેશ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તા.૦૩/૧૨/૨૦૨૩ ને રવિવારના દિવસે સવારના ૧૦ કલાકથી સાંજના ૫ કલાક દરમ્યાન તમામ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસર હાજર રહી મતદાર…

Read More