ભાવનગરના રાજેશભાઇ ચૌહાણ ને મળ્યો PGVCLની યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચે તે માટે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ છેવડાના અને ગરીબ ઘરના લોકોને સરકારના તમામ લાભ પહોચાડવાનો છે.

ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાંઓમાં સાથે ભાવનગર મહાનગરપાલિકા ના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે.

ભાવનગરમાં રહેતા રાજેશભાઇ ખોદભાઈ ચૌહાણને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પીજીવીસીએલ ની એસપીસી (સ્પેશિયલ કોમ્પોનન્ટ પાવર) યોજનાનો લાભ મળતા નિ:શુલ્ક વીજ મીટર નો ઓર્ડર મળ્યો છે જે લગાવવા માટે એમને ૪ થી ૫ હજારનો ખર્ચ થનાર હોય સરકાર ની યોજના અંતર્ગત આ લાભ મળતા એમને સરકારનો આભાર માન્યો હતો.    

Related posts

Leave a Comment