ભાવનગરના તાલુકાના ગામોમાં હેલ્થ સુપરવાઇઝર સરકારની યોજનાઓની સરળ શૈલીમાં લોકોને માહિતગાર કરી રહ્યા છે

હિન્દ ન્યુઝ, ભાવનગર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર કાર્યરત છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. 

આમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આવરી લેવાયેલ ૧૭ જેટલી યોજનાઓને આવરી લઈને અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર મનોજભાઇ રાવલે એક વાર્તા બનાવી છે જેમાં મહત્તમ યોજનાઓને આવરી લેવામાં આવી છે આ ઉપરાંત લોકોને સમજવામાં પણ સરળતા રહે છે જેથી ગામમાં કોઈ વ્યક્તિ સરકાર ની યોજનાઓના લાભ લેવાથી બાકી હોય તો એમને સરકાર ની યોજના વિષે જાણકારી મળી રહે છે. 

 મનોજભાઇ પોતાની આગવી શૈલીમાં વાર્તા સંભવી લોકોને મનોરંજન ની સાથો સાથ જ્ઞાન પીરસવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જ્યાં પહોંચે છે ત્યાં પોતાની આગવી શૈલીમાં આ વાર્તા સંભળાવી રહ્યા છે તેઓ હેલ્થ સુપરવાઇઝર હોય પરંતુ સરકાર દ્વારા છેવડાના લોકોને સરકારની યોજનાનો લાભ મળે એ માટે ગામે ગામ રથ મોકલવામાં આવી રહ્યો છે ત્યારે એમને અનોખો અભિગમ હાથ ધર્યો છે. 

Related posts

Leave a Comment