હિન્દ ન્યુઝ, રાજકોટ
તારીખ ૧૦/૦૩/૨૦૨૫ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદુષી સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમલી “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે માન. કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્પલભાઈ જોશી ની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પરિવાર માટે “જાતિગત સંવેદનશીલતા” વિષય પર સેમીનારનું બે સેશનમાં આયોજન કરવામાં આવ્યું હતું.
દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા પહેલાં સેસનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સમાજ કાર્ય ભવનનાં અધ્યક્ષ અને “સેતુ” કાર્યક્ર્મ નાં નોડલ ઓફિસર ડૉ. રાજુભાઈ દવે દ્વારા ઉપસ્થિત અતિથિ- મહેમાનો નું શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક અને પુષ્પ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવેલ.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોશી એ વિષય અંતર્ગત આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, સ્ત્રીઓને દરેક જગ્યાએ સમાન તક મળવી જોઈએ અને સમાજે પણ તેમાં પરિવર્તન લાવવું જોઈએ. ત્યાર બાદ જેન્ડર રિસોર્સ સેન્ટરનાં ઓફિસર મહેન્દ્રભાઈ મકવાણા દ્વારા જેન્ડર રિસોર્સ સેન્ટરનો પરિચય અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જણાવ્યો હતો.
કાર્યક્રમનાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સમાજકાર્ય બોર્ડના ચેરમેન ડો.મહેશભાઈ ગોગરા ઉપસ્થિત રહ્યા હતા. વિષય અનુરૂપ વક્તવ્ય આપતા જણાવ્યું હતુ કે, સ્ત્રી વિનાનો સમાજ અશક્ય છે, સ્ત્રી છે તો પુરુષ છે, કુટુંબમાં પણ ડગલે ને પગલે સ્ત્રીની અનિવાર્યતા છે. ભવનના નિમંત્રણને માન આપીને અન્ય મહેમાનો જેવા કે, ડી.એચ.કોલેજના પ્રોફેસર ડો.હેમલબેન વ્યાસ અને કાયદા ભવનના નિવૃત અધ્યક્ષ અને ભૂતપૂર્વ ડીન ડો.બી.જી.મણિયાર ખાસ ઉપસ્થિત રહીને વ્યાખ્યાન આપેલ. જેમાં ડૉ.હેમલબેન વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવેલ હતું કે, પ્રાચીન કાળમાં પણ સ્ત્રીઓ મહાન હતી અને આજે પણ છે. પરતું એમ કહી શકાય કે સ્ત્રી અબળા નહી પણ સબળા છે. ત્યારબાદ ડૉ.બી.જી.મણિયાર એ મહિલાને લગતા કાયદા વિશે સવિસ્તાર માહિતી આપી હતી. વિદુષી સેન્ટરનાં કોર્ડીનેટર શ્રીમતી શ્રદ્ધાબેન બારોટ દ્વારા આભારવિધિ સાથે પહેલું સેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં બીજાં સેશનમાં જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિભાગ, ગાંધીનગર થી આવેલ ઓફિસર મહેન્દ્રભાઈ મકવાણા દ્વારા મહિલાઓનાં કાયદાઓની અને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, રોકથામ અને પ્રતિબંધ) અધિનિયમ-૨૦૧૩ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી આ વ્યાખ્યાન બાદ પ્રશ્નોતરી રાખવામાં આવેલ તેમાં પૂછવામાં આવેલ દરેક પ્રશ્નો નાં સંતોષકારક રીતે જવાબ આપવામાં આવેલ બીજા સેશનમાં બાળ કલ્યાણ સમિતિ -રાજકોટ નાં ચેરમેન ડો.પ્રિતેશભાઈ પોપટ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.
સમાજ કાર્ય ભવનનાં અધ્યક્ષ, “સેતુ” કાર્યક્ર્મ નાં નોડલ ઓફિસર ડૉ. રાજુભાઈ દવેનાં માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન ડૉ. પ્રીતેશભાઈ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા વીદુષી સેન્ટરનાં કોર્ડીનેટર શ્રદ્ધા બેન બારોટ, સમાજ કાર્ય ભવનનાં હિરલબેન, બિનાબેન અને જયભાઈ દ્રારા ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ ભવનોનાં અધ્યક્ષઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ વિવિધ કોલેજો માંથી શૈક્ષણિક સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સહભાગીદાર થયાં હતાં. કાર્યક્રમ નાં અંતે પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ડૉ. પ્રીતેશભાઈ પોપટ, રાજકોટ