હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છેવાડાના માનવી સુધી સરકાર ની વિવિધ યોજના વિશે જાણકારી પહોંચે તે હેતુસર જિલ્લામાં રથ ધપાવવામાં આવી રહ્યા છે.
ત્યારે જન કલ્યાણકારી યોજનાઓમાં આવાસ યોજના (ગ્રામીણ)નો સમાવેશ થાય છે. છગનભાઇ ડાંગર ભાવનગર જિલ્લાના સનેસ ગામના રેહવાસી છે. આવાસ યોજના અંતર્ગત છગનભાઇ ડાંગરને પોતાના ઘર નું ઘર મળ્યું છે.
છગનભાઇ ડાંગર પશુપાલક છે. છેલ્લા 10 વર્ષથી તેઓ પત્રાના ઘરમાં વસવાટ કરતાં હતાં. આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત છગનભાઇને પાકું મકાન અને મજુરી પ્રાપ્ત થયેલ છે. આવાસ યોજના થકી છગનભાઇને 1 લાખ ૨૦ હજાર રૂપિયા પ્રાપ્ત થયેલ છે જે અંતર્ગત તેઓ આજે પાકા મકાનમાં પોતાના પરિવાર સાથે આનંદથી રહે છે. છગનભાઇ ડાંગર સરકારના આભાર સહ આવી લોકકલ્યાણકારી યોજનાઓ થકી બીજા સર્વ લોકોને પણ લાભ મળે તેવી આશા વ્યક્ત કરે છે.