હિન્દ ન્યુઝ, મહિસાગર મહિસાગર જિલ્લાના બાલાશિનોર તાલુકાના પરબીયા અને વસાદરા ગામે ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષતઃ કુમકુમથી વધાવ્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યુ હતું. આ તકે, ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં. ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળે છે. આમ કહી તેમણે ગ્રામજનોને સરકારની…
Read MoreMonth: December 2023
પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ “વોકલ ફોર લોકલ”ના અભિયાનને વેગવંતુ બનાવવા પાઠવ્યો પ્રેરક સંદેશ
હિન્દ ન્યુઝ, મહિસાગર પ્રધાનમંત્રીએ “વોકલ ફોર લોકલ”નું આહવાન કર્યું છે જેને ભારતવાસીઓએ દીપાવલી પર્વે ખૂબ ઉત્સાહથી વધાવ્યું છે. સ્થાનિક ઉત્પાદનો લોકો ખૂબ લાગણીથી ખરીદી કરી રહ્યા છે. તેમનું ” મન કી બાત ” માં “વોકલ ફોર લોકલ”નું કરેલું સૂચન દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવો દરમિયાન સ્થાનિક નાના વહેપારીઓને અને ગૃહઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારું છે. પ્રકાશના આ પર્વમાં મેરાયા, દીવડાઓ સહિતની ચીજવસ્તુ બનાવતા કારીગરો ખુશી વ્યકત કરે છે. પ્રધાનમંત્રીએ આપેલા વોક્લ ફોર લોકલના મંત્રનો વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે આ અભિયાનમાં જાણીતા લોકો પણ જોડાઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના…
Read Moreઆયુષ્યમાન કાર્ડ થકી કેન્સર રોગની વિનામૂલ્યે સારવાર મળતા મને નવજીવન મળ્યું- ભાણજીભાઈ પરમાર
હિન્દ ન્યુઝ, જોડિયા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૭ જેટલી વિવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં આવા જ એક લાભાર્થી ભાણજીભાઈ પરમાર કે જેઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડનો લાભ મળેલ છે.જેઓને કેન્સરની બીમારી થયેલ અને આ યોજનાનો લાભ લઈ તેઓએ વિનામૂલ્યે સારવાર કરાવી તે અંગેનો પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. ભાણજીભાઈ જણાવે છે કે મને કેન્સરની બીમારી લાગુ પડેલ અને ચાર વર્ષ જેટલા સમય સુધી હું કેન્સરનો ભોગ…
Read Moreજામનગરમાં ઠેબા ચોકડી પાસે શરુ કરવામાં આવેલા અર્બન વાઇલ્ડ લાઈફ ઈન્ફર્મરી એન્ડ પ્રાઈમરી ટ્રીટમેન્ટ સેલની સુવિધાઓ
હિન્દ ન્યુઝ, જામનગર અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઈમરી ટ્રીટમેન્ટ સેલ (UWIPTC) જામનગર ફોરેસ્ટની જામનગર રેન્જમાં શરુ કરવામાં આવેલું જિલ્લાનું પ્રથમ કેન્દ્ર છે. જામનગરમાં વન્યજીવોને તાત્કાલિક સારવાર અને સારવાર બાદ નિરીક્ષણ હેઠળ રાખી શકાય તે માટે આ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 દરમિયાન શહેરની 20-કિલોમીટરની ત્રિજ્યામાં પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓ સાથે સંકળાયેલા કુલ 662 વન્યજીવોનું રેસ્ક્યુ, 2022 અને 2021 માં અનુક્રમે 2351 અને 1891 વન્યજીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને 80% આ બચાવોમાં સાપનો સમાવેશ થાય છે, 15% પક્ષીઓ જેમ કે ભારતીય…
Read More”સખી મંડળમાં જોડાયા બાદ અમે આર્થિક રીતે પગભર બન્યા છીએ” : લાભાર્થી ઉષાબેન કનેજા
”મેરી કહાની, મેરી જુબાની…” હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં હજારો લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહ્યો છે. જામનગર તાલુકાના હાપા ગામના લાભાર્થી ઉષાબેન કનેજા અત્યારે સખી મંડળમાં સદસ્ય છે, અને તેમની સાથે અન્ય મહિલાઓને તેમણે પગભર બનવા માટે પ્રેરણા પુરી પાડી છે. લાભાર્થી ઉષાબેન કનેજાએ જણાવ્યું હતું કે, ”હું હાપા ગામમાં ચાલતા સખી મંડળમાં સદસ્ય છું. મારી સાથે અન્ય મહિલાઓને મેં સખી મંડળમાં સભ્ય બનવા માટે પ્રેરિત કર્યા છે. જેનાથી મારા સહિત અન્ય મહિલાઓને સ્વરોજગારી પ્રાપ્ત થઈ છે. અમને લોકોને માત્ર હાપા ગામ…
Read Moreસ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમા કરવામાં આવી સાફ-સફાઈ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનાર નગરપાલીકા દ્વારા કોર્ટ કમ્પાઉન્ડ, મેઇન બજાર અને ગટરની સાફ-સફાઈ કરવામાં આવી છે. “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના કોર્ટ કમ્પાઉન્ડ, મેઇન બજારની સફાઇ તથા શહેરમાં આવેલ ગટરની તેમજ જાહેર પે & યુઝ ની સફાઇનુ આયોજન કરવામાં આવ્યું હતું.
Read Moreગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ખાસ મતદારયાદી સુધારણા તા.૩ ડિસેમ્બરના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝૂંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૩ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે. ગીર-સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાએ જિલ્લાના તમામ મતદાર મથકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોને સહભાગી થવા અપીલ કરી છે. કલેક્ટરએ આ અંગે જણાવ્યું હતું કે, તા.3 ડિસેમ્બરના મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝૂંબેશ જિલ્લાના તમામ મતદાન મથકોએ હાથ ધરવામા આવનાર છે. જેમાં ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદાર યાદીમાં નામ…
Read Moreગીર સોમનાથ ફાયરબ્રિગેડની સમયસૂચકતા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથમાં ત્રિવેણી રોડ પર આવેલા શ્રી રામ મંદિરની બાજુના સ્થળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલીક ઘટનાસ્થળે જઈને સત્વરે આગ બૂઝાવી હતી અને આગને વધુ પ્રસરતા અટકાવી હતી. શ્રી રામમંદિરની બાજુના સ્થળે લાગેલી આગની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના માર્ગદર્શનમાં ફાયરમેન વિક્રમ ખટાણાની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતી અટકાવી તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો હતો. જો આ આગ વધુ…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં ૨૭-૨૮ ડિસે.ના રોજ જીલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આગામી તા. ૨૭ ડીસેમ્બરને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર તાલુકાના તમામ તાલુકા મથકે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૮ ડીસેમ્બર ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે યોજવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમમાં જીલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકા મથકોએ યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ પાવીજેતપુર ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, છોટાઉદેપુર, સંખેડા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બોડેલી, બોડેલી તાલુકાના…
Read Moreજામનગરમાં આગામી તા.28 ડિસેમ્બરના ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. જે અંતર્ગત, દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે, જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.28 ડિસેમ્બરના રોજ યોજાશે. તે માટે, અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો/અરજી આગામી તા.10 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, શરૂ સેક્શન રોડ, જામનગર- આ સરનામાં પર…
Read More