આયુષ્યમાન કાર્ડ થકી કેન્સર રોગની વિનામૂલ્યે સારવાર મળતા મને નવજીવન મળ્યું- ભાણજીભાઈ પરમાર

હિન્દ ન્યુઝ,

       જોડિયા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૭ જેટલી વિવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં આવા જ એક લાભાર્થી ભાણજીભાઈ પરમાર કે જેઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડનો લાભ મળેલ છે.જેઓને કેન્સરની બીમારી થયેલ અને આ યોજનાનો લાભ લઈ તેઓએ વિનામૂલ્યે સારવાર કરાવી તે અંગેનો પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

 ભાણજીભાઈ જણાવે છે કે મને કેન્સરની બીમારી લાગુ પડેલ અને ચાર વર્ષ જેટલા સમય સુધી હું કેન્સરનો ભોગ બનેલ. સ્થાનિક તંત્ર દ્વારા મને આયુષ્માન કાર્ડ પૂરું પાડવામાં આવતા મેં આ યોજનાનો લાભ લીધો અને મારી એક લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ સરકારે ઉપાડ્યો જેથી મને તથા મારા પરિવારને આવા મુશ્કેલીના સમયમાં આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થયો.આ તકે હું સરકારનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

Related posts

Leave a Comment