કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.૧૫ મી નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં હજારો લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ અર્પણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં અનેક લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે.…

Read More

મેરી કહાની મેરી ઝુબાની

હિન્દ ન્યુઝ, ભાવનગર     ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે જીવનમાં બે મહત્વના મોટા કાર્યોમાં એક લગ્ન પ્રસંગ અને બીજુ પરિવાર માટે સુરક્ષિત પાકુ મકાન બનાવવાનું સ્વપ્ન હોય છે. બાળકોના ભણતરનો ખર્ચ, પત્નીની જરૂરિયાતો, માતા-પિતાની કાળજી સહિતની તમામ જવાબદારીઓ હોય છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પિતા શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણમાં લાગનાર ખર્ચનો અંદાજ લગાવીને બચત શરૂ કરી દે છે, વધુમાં દીકરા-દીકરીના લગ્ન માટે પણ બચત શરૂ કરી દે છે. એવામાં, ભણતર અને લગ્નની ચિંતામાં પાકા મકાનનું સ્વપ્ન, સ્વપ્ન જ રહી જાય છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ દરેક ક્ષેત્રના વિકાસ…

Read More

મેરી કહાની મેરી ઝુબાની

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગામેગામ ભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સંખેડા તાલુકાના ગરડા ગામે પહોંચતા ‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની અનુભૂતિ અંગે લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળવાર્તા રજૂ કરી હતી. સંખેડા તાલુકાના ગરડા ગામની કિશોરી ગોસાઈ ભાવિશા નર્મદગિરીએ ભારત સરકારના કોલ મંત્રાલયના સયુંકત સચિવની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા નિમિત્તે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાની વાત રજૂ કરી હતી.  મને પૂર્ણાશક્તિના માસિક ચાર પેકેટનો લાભ મળે છે, જેનાથી હું અવનવી વાનગીઓ તૈયાર કરીને ભોજનમાં લઉ છુ. આ ખોરાક ખાવાથી…

Read More

‘હર હાથ કો કામ, હર હાથ કો દામ’ના ના સરકારના સૂત્ર સાથે વિચરતી અને વિમુક્ત જાતિની છોટાઉદેપુર ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સંચાલિત વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટેનું બોર્ડ અને જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ છોટાઉદેપુર સર્કીટ હાઉસ ખાતે બોર્ડના સિનયર મેમ્બર ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, સમાજ કલ્યાણ આધિકારી આર.સી પ્રજાપતિ, સમાજના આગેવાનો, ઝોન અધ્યક્ષ શંકરભાઈ ચામઠા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ સલાટ, ચીટનીશ ટુ કલેકટર કે.પી દવે વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.   વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું ભારતના સાંસ્કૃતિક વારસા, સ્વાતંત્ર્ય સંગ્રામ અને આપણી અમુલ્ય વિરાસતને બનાવવામાં ખુબ મોટું યોગદાન છે.…

Read More

શિહોરના ગઢુલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આવેલા લાભાર્થી પાયે આયુષ્યમાન કાર્ડ ન હોવાથી સ્થળ પર જ આધાર કાર્ડ અપાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  શિહોરના ગઢુલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં અનેક લાયક લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સરકારના વિવિધ વિભાગોના કેમ્પ યોજાયા હતા. જેમાં ઉપસ્થિત રહેલા ગઢુલા ગામના શિલ્પાબેન માથાચોડિયા પાસે આયુષ્યમાન કાર્ડ ન હોવાથી તેમને સ્થળ પર જ આરોગ્ય ના સ્ટાફ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયું હતું. આથી શિલ્પાબેન માથાચોડિયા એ સરકારના દ્વારા ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે આરોગ્ય સ્ટાફ નો આભાર માન્યો હતો.

Read More

ઉજ્જ્વલા યોજના થકી ચુલાની ધુમાડાથી મુક્તિ મળી : લાભાર્થી અનિતા બેન ચૌહાણ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તાલુકાના બુધેલના લાભાર્થી અનિતાબેન મકવાણા જણાવ્યું હતું કે પહેલા ચૂલા પર રસોઇ કરતા હતા,  જેનાથી અમને ખૂબ જ પરેશાની થતી હતી. અમને પ્રધાનમંત્રી દ્વારા ઉજ્જ્વલા યોજનાની માહિતી મળતા તે યોજનાનો લાભ લેવાનું નક્કી કર્યું. વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અમારા ગામ બુધેલ આવતા મને ઘરઆંગણે ઉજ્જ્વલા યોજના થકી ગેસનો ચૂલો અને ગેસનું સિલિન્ડર મળ્યું, આથી ધૂમાડાથી રાહત મળશે. ઘરઆંગણે લાભ આપવાના પ્રધાનમંત્રીના સંકલ્પને લીધે ઉજ્જવલા યોજનાનો લાભ મળવા બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Read More

બુધેલના પુષ્પાબેન રાવલને કેન્સરની સારવારમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ મદદરૂપ સાબિત થયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસીત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના લોકોને યોજનાઓથી લાભાન્વિત કરવા તેમજ લાયક લાભાર્થી વંચિત ના રહી જાય એ ઉદ્દેશ્ય થી ગામે ગામ ફરી રહી છે  રથ આજે ભાવનગરના બુધેલ ગામે આવી પહોંચતી અહીંના રહેવાસી પુષ્પાબેન રાવલે  ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત પ્રતિભાવ આપ્યો હતો કે તેમની કેન્સરની બીમારીની સારવાર માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન મદદરૂપ સાબિત થયું હતું. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડના લીધે એમને સારવાર નિશુલ્ક મળી એથી સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

Read More

બુધેલના ખેડૂત કરમશીભાઈ જેતાણીને મળ્યો સોઇલ હેલ્થ કાર્ડનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તાલુકાના બુધેલ ગામના કરમશીભાઈ જેતાણીને સોઇલ હેલ્થ કાર્ડનો લાભ મળ્યો છે. બુધેલમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડના લાભો અંગે લોકોને જણાવ્યું હતું  કરમશીભાઈ રાઘવ ભાઈ જેતાણીએ લોકોને જણાવ્યું હતું કે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા બાદ તેમને જમીન અંગેનું યોગ્ય પરિક્ષણ કરવા અંગે માર્ગદર્શન મળતા તેમને ખેતીની જમીનને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કયા પ્રકારના ખાતરની ઉણપ છે તે અંગે એમને ખ્યાલ આવ્યો હતો આથી યોગ્ય દિશામાં ખાતરનો ઉપયોગ કરીને તેમને સારી ઉપજ પ્રાપ્ત થઈ હતી.   અન્ય…

Read More

બુધેલનાં ટ્રક ચાલક કિશોરભાઈ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી બન્યું પાકું ઘર

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તાલુકાના બુધેલ ગામે રહેતા ટ્રક ડ્રાઇવર કિશોરભાઈ મકવાણાન્ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું છે, જે બદલ તેઓ સરકારનો આભાર માની રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે બુધેલ ગામે આવી પહોંચતા કિશોરભાઈ નાગજીભાઈ મકવાણા જણાવે છે કે પહેલા કાચું મકાન હતું તે ખૂબ જ જર્જરીત હાલતમાં હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 ની સહાય મળતા તેમને પાકું ઘરનું ઘર બની ગયું છે જેથી તેઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી અને સરકારનો આભાર માન્યો હતો.

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૨ ડિસેમ્બરનાં રોજ ફરશે

હિન્દ ન્યુઝ ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ફરનાર છે.  જેમાં આવતીકાલે તા.૧૨/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં કોબડી અને સરતાનાપર, ઘોઘા તાલુકામાં પીથલપુર અને વાવડી, તળાજા તાલુકામાં ગડેસરા અને બોડકી, વલ્લભીપુર તાલુકામાં મેઘવદર અને કલ્યાણપુર, મહુવા તાલુકામાં ભદ્રોડ, ગારીયાધાર તાલુકામાં સાંઢ ખાખરા અને નવાગામ, ઉમરાળા તાલુકામાં ધારૂકા અને દંભાલિયા, સિહોર તાલુકામાં ભૂતિયા અને પીપરડી તેમજ પાલીતાણા તાલુકામાં વાળુકડ અને બહાદુરપુર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Read More