મેરી કહાની મેરી ઝુબાની

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે જીવનમાં બે મહત્વના મોટા કાર્યોમાં એક લગ્ન પ્રસંગ અને બીજુ પરિવાર માટે સુરક્ષિત પાકુ મકાન બનાવવાનું સ્વપ્ન હોય છે. બાળકોના ભણતરનો ખર્ચ, પત્નીની જરૂરિયાતો, માતા-પિતાની કાળજી સહિતની તમામ જવાબદારીઓ હોય છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પિતા શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણમાં લાગનાર ખર્ચનો અંદાજ લગાવીને બચત શરૂ કરી દે છે, વધુમાં દીકરા-દીકરીના લગ્ન માટે પણ બચત શરૂ કરી દે છે.

એવામાં, ભણતર અને લગ્નની ચિંતામાં પાકા મકાનનું સ્વપ્ન, સ્વપ્ન જ રહી જાય છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ દરેક ક્ષેત્રના વિકાસ અને છેવાડાના વંચિત માનવી સુધી પહોંચીને તેમની નાનામાં નાની જરૂરિયાતોની દરકાર લીધી છે. વડાપ્રધાને પ્રત્યેક ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા કરીને પાકા મકાનથી વંચિત લાભાર્થીઓના સપનાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર કર્યુ છે.

બોડેલી તાલુકાના ચાચક ગામના નાઝિરભાઈ ઇસ્માઇલભાઇ શેખનું મકાન જર્જરિત અવસ્થામાં હતું, મોટી ઉંમર અને ઓછી આવકને લીધે તેઓ નિરાશ હતા. તેમને પોતાનુ નવું ઘર બને તેવું સપનું સેવ્યું હતું પણ નવા મકાન માટે મૂડી કે લોન મળી શકે તેમ ન હતું. એવામાં એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરી અને તેમના ખાતામાં મકાન બાંધકામ શરુ થતા નિયમ અનુસાર ૧ લાખ ૨૦ હજાર તેમના ખાતામાં જમા થયા હતા. આમ, તેમનું જીવન સધ્ધર થયું અને આ સંકલ્પ યાત્રામાં નાઝિરભાઇએ “મેરી કહાની મેરી જુબાની” પહેલ દ્વારા પોતાની વાત રજૂ કરી ભાવ વિભોર બન્યા હતા.

વધુમાં લાભાર્થી સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, “પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી અમને ગ્રામસભા દ્વારા મળી હતી. આ યોજના થકી સરકારના આર્થિક ટેકાના કારણે જ હું મારા પરિવારને એક પાકુ અને સુરક્ષિત મકાન આપી શક્યો છું.” 

Related posts

Leave a Comment