બુધેલના ખેડૂત કરમશીભાઈ જેતાણીને મળ્યો સોઇલ હેલ્થ કાર્ડનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર તાલુકાના બુધેલ ગામના કરમશીભાઈ જેતાણીને સોઇલ હેલ્થ કાર્ડનો લાભ મળ્યો છે. બુધેલમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડના લાભો અંગે લોકોને જણાવ્યું હતું

 કરમશીભાઈ રાઘવ ભાઈ જેતાણીએ લોકોને જણાવ્યું હતું કે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા બાદ તેમને જમીન અંગેનું યોગ્ય પરિક્ષણ કરવા અંગે માર્ગદર્શન મળતા તેમને ખેતીની જમીનને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કયા પ્રકારના ખાતરની ઉણપ છે તે અંગે એમને ખ્યાલ આવ્યો હતો આથી યોગ્ય દિશામાં ખાતરનો ઉપયોગ કરીને તેમને સારી ઉપજ પ્રાપ્ત થઈ હતી.

 

અન્ય ખેડૂતોને પણ સોઇલ હેલ્થ કાર્ડ નો લાભ લઈને ખેતીની જમીનનું લેબોરેટરી પરીક્ષણ કરાવવા માટે તેઓએ અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સારી ઉપજ ના મળે તો આડેધડ ખાતરનો ઉપયોગ કરવાને બદલે લેબોરેટરી પરિક્ષણ કરાવીને યોગ્ય દિશામાં ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.

Related posts

Leave a Comment