હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા રૂ.૫૦,૦૦૦ની સહાય મેળવવા માંગતા ખેડૂત પાસેથી અરજી મંગાવાઇ છે. જેમાં જિલ્લાનાં ખેડૂતોએ કાગળમાં અરજી અને પ્લાન એસ્ટીમેટ તૈયાર કરી પોતાના નજીકની ખેતીવાડી શાખાની કચેરીમાં રજુ કરવવાનુ રહેશે. જિલ્લાના ખેડુતોને વર્મિકમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે સ્પેસિફિકેશનમાં વ્યક્તિ દીઠ ખેડૂતો માટે રૂ. ૫૦,૦૦૦/- પ્રતી યુનીટ સહાય (રૂ. ૨૦૦૦/- પ્રતિ એક ચોરસ મીટર દીઠ, વધુમાં વધુ ૨૫ ચોરસ મીટર માટે ) તેમજ વ્યક્તિગત ખેડૂત/સંસ્થાએ વર્મીકમ્પોસ્ટ યુનિટ પોતાની પોતાની માલિકીની જગ્યા પર ઉભું કરવાનું રહેશે તેમજ વર્મીકમ્પોસ્ટ યુનિટ માટે પાકું ભોયતળીયું કરવાનું રહેશે અને યુનીટની…
Read MoreMonth: December 2023
ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકના નવા વાવેતરમાં ધરખમ વધારો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેના કારણે પ્રાકૃતિક અને આબોહવાકીય દ્રષ્ટિએ નાળીયેરી પાકના વાવેતર માટે આ જિલ્લો ખૂબ જ અનુકૂળ છે. ગીર સોમનાથ જીલ્લામાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતા લીલા નારીયર (ત્રોફા) છેક દિલ્લી તેમજ દેશભરના અન્ય શહેરોના માર્કેટ સુધી પહોંચે છે.લીલા નાળીયેરના પાણીનું સેવન આરોગ્યની દ્રષ્ટિએ ઉતમ ગણાય છે. કોરોના કાળ બાદ લીલા નાળીયેરની માંગ ખુબ જ વધી છે. જેના કારણે ખેડૂતોને લીલા નાળીયેરના ખૂબ સારા ભાવો મળી રહ્યા છે. જેનો મહતમ લાભ નાળીયેરી વાવતા ખેડૂતોને મળે છે. ગુજરાત સરકાર તરફથી…
Read Moreગીર સોમનાથના છારા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના છારા ખાતેના કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના,પધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. તેમજ લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ સાથે સ્કુલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યો હતા અને ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે…
Read Moreકોડીનાર નગરપાલિકાના દ્વારા શહેરના મેઇન બજારના રસ્તાની સાફ સફાઈ કરાઈ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના મેઈન બજારના રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના મેઇન બજારના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી તથા લેગસી વેસ્ટના નિકાલની કામગીરી કરાઈ હતી
Read Moreભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃત પરંપરાના વાહક એવી સોમનાથ યુનિવર્સિટીની મુલાકાતથી પ્રભાવિત થતા ડાયરેક્ટર શૌનક રિશીદાસ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના અનુસંધાનમાં ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડાયરેક્ટર શૌનક રિશી દાસે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી. ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડિરેક્ટર શૌનક રિશી દાસે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ સાથે ફળદાયી…
Read Moreધ્રાંગધ્રા નાં વર્ષે દાદાનુ દેહાંત થતાં વાજતે ગાજતે ડીજેના તાલે ફટાકડા ફોડી નીકળી સ્મશાન યાત્રા
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સામાન્ય રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેની સ્મશાન યાત્રા શાંતિપૂર્ણ અને રામધૂનનાં નાદ થી નીકળતી હોય છે પરંતુ ધ્રાંગધ્રાનાં એક એવા વ્યક્તિ કે મોહનભાઈ નટવરભાઈ સોનગરા જેવો ભક્તિભાવ સાથે હરિના રંગમાં રંગાયેલ દરરોજ નિત્યક્રમ મુજબ સુંદરકાંડ નો પાઠ ઉપરાંત અબુલ પશુઓને ચારો, કીડિયારુ પૂરું અને હરહંમેશ ભક્તિના રંગમાં રંગાયેલ રહેવું. તેમની આંખરી ઈચ્છા હતી કે, મારા મરણ પછી મારા પરિવારજનો શોકમાં નહીં પણ હસતા મુખે, ડીજીના તાલે વાજતે ગાજતે અને ફટાકડા ફોડી મારી સ્મશાન યાત્રા કાઢવામાં આવે. જેમનું દેહાંત…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ ૪૭૨૭ કેસોનો કરાયો નિકાલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. એમ.એમ.પટેલનાં અધ્યક્ષસ્થાને તા.૦૯ ડિસેમ્બરના રોજ ગીર-સોમનાથ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં નેગો.ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮, ભરણ પોષણનાં કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતનાં વળતરને લગતા કેસો, સ્પેશીયલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના કેસો તથા ટાફીક ચલણના કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં કુલ ૧૪૩૪…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં દ્વિ ચક્રીય વાહનોની નવી સીરીઝ GJ32 AE ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ એઆરટીઓ કચેરી દ્વારા પ્રાઇવેટ દ્વિચક્રીય મોટર વાહનોની નવી સીરીઝ GJ32 AE ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ઈ-હરાજીની પક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ-હરાજી માટે ઓનલાઈન અરજી તા.૧૮/૧૨/૨૦૨૩ થી ૨૦/૧૨/૨૦૨૩ સુધી કરી શકાશે તેમજ ઈ-હરાજીમાં ઓનલાઈન બિડિંગ કરવા તા.૨૦/૧૨/૨૦૨૩થી તા.૨૨/૧૨/૨૦૨૩ સુધી કરી શકાશે. ઉપરાંત વેબસાઈટ http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવા સહિતની વિગતવાર સુચનાઓ આપવામાં આવી છે. વાહન ખરીદીના ૭(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫(પાંચ)…
Read Moreગીર સોમનાથમાં જિલ્લા કક્ષાનો ૯મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ ખાતે તારીખ ૬ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધીમાં NEP ૨૦૨૦ અંતર્ગત જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક વિભાગમાંથી ૧૮ કૃતિ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદરથી ૬ કૃતિઓ એમ જિલ્લામાંથી કુલ ૨૪ કૃતિઓએ ભાગ લીધો હતો. એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની શરૂઆતના પ્રથમ દિવસે તમામ ૨૪ ઇનોવેટીવ શિક્ષકોને પ્રમાણપત્ર શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ખાસ હાજરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વી.એમ.પંપાણીયા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ…
Read Moreભવિષ્યની પેઢી માટે પથદર્શક બનતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના સુચારૂ આયોજન હેઠળ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વેરાવળ, કોડીનાર, ઉના સહિત તાલુકાભરમાં ગ્રામ્યસ્તરે પરિભ્રમણ કરી અને વિવિધ લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી રહી છે ત્યારે ઈણાજ ગામની વિદ્યાર્થીની વાળા નિરુપાબા અશોકસિંહે ઉત્સાહભેર પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. ઈણાજ ગામની વતની અને ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાળા નિરૂપાબા અશોકસિંહે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત પોતાનો પ્રતિભાવ જણાવતા કહ્યું હતું કે,’મારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ રથ આવ્યો છે. જેમાં મહાનુભાવો હાજર રહ્યા અને વડાપ્રધાનના કાર્યક્રમને પણ તમામે નિહાળ્યો. મને મારા દેશ પર…
Read More