નર્મદા નદીમાં આવેલ પુરના કારણે ભરૂચ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતી

હિન્દ ન્યુઝ, ભરૂચ       નર્મદા નદીમાં આવેલ પુરના કારણે ભરૂચ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતાં જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીએ અંકલેશ્વરના દિવારોડ,જીનવાલા કોમ્પલેક્ષ તથા ભરૂચી નાકા વિસ્તારની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાત ભરૂચના કસક વિસ્તારની મુલાકાત લઈ માધ્યમો સાથે વાતચિત કરી દાનની સરવાણી વહાવતી સ્વૈચ્છિક સંસ્થાઓનો આભાર માન્યો હતો. દિવારોડ પર બોટમાં બેસીને આ વિસ્તાર પાણીથી ગરકાવ થયેલ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત કરી હતી.પુર પ્રભાવિત આ વિસ્તાર ઉપરાંત જીનવાલા કોમ્પલેક્ષમાં શરૂ કરાયેલ સેલ્ટર હોમની પણ મુલાકાત કરીને અસરગ્રસ્તોની ખબરઅંતર પુછયા હતા. દિવારોડ પર આવેલ સોસાયટીઓમાં આોમપુરી, મંગલમૂર્તિ,…

Read More

ઉપલેટા ખાતે યોજાયેલ આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ

હિન્દ ન્યુઝ, ઉપલેટા        ઉપલેટાના મામલતદાર એમ. ટી. ધનવાણીએ અર્બન હેલ્થ સેન્ટર ખાતે PMJAY મેગા કેમ્પની મુલાકાત લઈને લાભાર્થીઓને PMJAY યોજના બાબત મળતા લાભો વિષે સમજાવ્યુ હતું. તેમજ ABHA CARD ના ફાયદા સમજાવી બંન્ને કાર્ડ લાભાર્થીઓને કઢાવવા માટે માહીતગાર કર્યા હતા. તેમજ સરકાર દ્વારા કાર્યરત કરાયેલા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો વિષે અર્બન હેલ્થ ઓફીસર ડો.મોરી સાથે ચર્ચા કરી હતી. જેમા NCD, PMMVY, JSY, KPSY ના લાભાર્થીઓને મળતા લાભ વિષે ચર્ચા કરી બાળકોને આપવામાં આવતી રસી વિષે માહીતી મેળવી હતી. તથા ઉપલેટામાં આવતી તમામ સરકારી કચેરીના રૂ. ૪ લાખ કરતા…

Read More

વડાપ્રધાનના જન્મ દિવસે ગોંડલમા રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં ૯ અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટર અને ૩ બાલ સેવા કેન્દ્ગનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ       ધોરાજીમાં ૨ ઉપલેટામાં એક અને જસદણમાં એક મળી કુલ નવ હેલ્થ અને વેલનેસ સેન્ટર કાર્યરત કરાયા છે. જેથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સુવિધામાં વધારો થશે. આ હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં એક મેડિકલ ઓફિસર, એક સ્ટાફ નર્સ, એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (SI), એક આયાબેન અને એક સિક્યુરિટી મળી કુલ ૫(પાંચ) જગ્યાઓ મંજુર કરવામાં આવી છે, આ તમામ ૯ મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફને નિમણુક પત્રના ઓર્ડર મંત્રીના હસ્તે અપાયા હતા. આ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે કાયમી ઓ.પી.ડી.ની સેવાઓમાં કુલ ૧૦૯ ઉપરની દવાઓ અને સાત પ્રકારના મેડિકલ…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ વર્ષ પૂર્ણતાના અવસરે રાજકોટથી ૭૩ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજરોજ ૭૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ કેમ્પસ ખાતેથી ૭૩ જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુક્યા હતા. મંત્રી માંડવીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓનું જીવન માનવતા અને સેવા કાર્ય સાથે વણાયેલું હોઈ આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ. જેના ભાગ રૂપે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે ૭૩ જેટલા જન ઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરાયા છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગરીબ અને મધ્યમ વર્ગના…

Read More

ભાદ્ર માસની વિનાયક ચતુર્થી પર સોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું આઠમું ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ    ભાદરવા માસની કૃષ્ણ ચતુર્થી પર સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે.   કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્થિવ ગણેશ પૂજનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રી ગણેશના સૌથી મોટા આરાધના પર્વ એટલેકે ભાદ્ર માસના ગણેશ નૌરાત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ભક્તો શ્રી ગણેશના આશીર્વાદ મેળવવા વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્તને વિધિવત ગણેશ પૂજનનો લાભ મળે તેવા શુભ હેતુથી પાર્થિવ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.      ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થિવ ગણેશ પૂજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી ગણેશના સૌથી પ્રાકૃતિક સ્વરૂપ “પાર્થિવ” એટલે કે માટીથી…

Read More

ગીર સોમનાથના બાદલપરા ગામે અમૃતકળશ યાત્રાનું ભવ્ય રીતે આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૬થી તા.૨૯ દરમિયાન અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામમાં ઢોલ-નગારા અને વાજિંત્રો સાથે બળદગાડા, ટ્રેક્ટર, જીપ્સી જેવા વાહનોમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધૂન સાથે અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે. ગીર સોમનાથના બાદલપરામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પણ અમૃત કળશ યાત્રામાં જોડાયા હતાં. માતૃભૂમિની માટી આપણને એકતાંતણે અને એકસૂત્રતાથી બાંધી રાખે છે.…

Read More

મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવ નિમિત્તે સમગ્ર પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહીસાગર આગામી તા.૧૯/૦૯/૨૦૨૩ના રોજ ગણેશ ચર્તુથીના તહેવાર સંદર્ભે ગણેશ મહોત્સવ નિમિત્તે સમગ્ર મહીસાગર જિલ્લામાં ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે તે અંગે જિલ્લા કલેકટર ભાવિન પંડયા દ્વારા પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો, ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (P.O.P) નો ઉપયોગ કરવો નહી, ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાની બનાવટમાં પ્રતિમાઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગનો જ ઉપયોગ કરવો, ઝેરી અને ઉતરતી અને હલકી કક્ષાના રસાયણ કે કેમીકલ યુકત…

Read More

શનિવારે ૧૨ કલાકનો દિવસ, ૧૨ કલાકની રાત્રી ”શનિવારે દિવસ – રાત સરખા”

હિન્દ ન્યુઝ, અમદાવાદ   આગામી શનિવાર તા. ૨૩ મી સપ્ટેમ્બરે દિવસ-રાત સરખાનો લોકો અનુભવ કરવાના છે તેમાં સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની ૨૧ મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો અને તા. ૨૧ મી જને લાંબામાં લાંબો દિવસનો અહેસાસ કર્યા પછી શનિવાર તા. ૨૩ મી સપ્ટેમ્બરે શરદસંપાતના કારણે દિવસ અને રાત સરખા હોવાનો અદભુત અનુભવ માણવા મળશે. ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રી શનિવારે જોવા મળશે. આ ખગોળીય ઘટના…

Read More

नशा के विरोधी व्यापक छापेमारी अभियान चलायी जाय- जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज, बिहार        वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के द्वारा समाहरणालय कार्यालय कक्ष में जिला स्तरीय नार्को समन्वय समिति की बैठक सोमवार को आयोजित कई।जिसमें उपस्थित पदाधिकारियों को निर्देशित कि रेलवे स्टेशन के आस-पास वाले क्षेत्र, रेलवे ट्रैक के पास, होटल, रोड के साईड में स्थित गुमटी, केले के बगान, दूरीस्ट प्लेस, स्कूल कॉलेज के आस पास नियमित रूप से छापेमारी किया जाय। नशापान के धन्धे में जुड़े लोगों तक पहुंचने का हरसंभव प्रयास किया जाय। ताकि अफीम, चरस, स्मैक के बड़े धंधेबाजों को चिन्हित कर पकड़ा…

Read More