હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન થનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં પ્રથમ ફેઝમાં મતદાર થનાર છે આ તકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી વધુમાં વધુ મતદાન થાય તે માટે કામગીરી કરી રહી છે. જે અંતર્ગત ભાવનગર વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ યુવા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન કરવા અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. દિવ્યાંગ યુવા મતદારોને સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે, આગામી તા.૧લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે આપણે પણ મતદાન કરીએ અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત…
Read MoreMonth: November 2022
અલંગ ખાતે કાર્યરત કર્મચારીઓને મતદાન કરવા અંગે અપીલ કરતાં શિપ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તા
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પ્રથમ ફેઝમાં મતદાન થનાર છે ત્યારે ભાવનગર ખાતે આવેલ અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ યાર્ડના પ્રમુખશ્રી વિષ્ણુકુમાર ગુપ્તાએ અલંગમાં કામ કરતા કર્મચારીઓને મતદાન કરવા અંગે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લાના અલંગ ખાતે તા.૧ ના રોજ નજીકના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરવા જઈએ અને અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરીએ. આ લોકશાહીના પર્વના દિવસે તમામ કર્મચારીઓ મતદાન કરી શકે તે અર્થે અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશન ઇન્ડસ્ટ્રીઝ યાર્ડ બંધ રહેશે અને મતદાન કરવા અંગે…
Read Moreવિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવેણાવાસીઓને મતદાન કરવા અંગેની અપીલ કરતાં યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઈ શેઠ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ પહેલા ફેઝમાં ભાવનગર ખાતે મતદાન થનાર છે. જેમાં વધુ મતદાન થાય તે અર્થે જિલ્લા ચૂંટણી અધિકારીની રાહબારી હેઠળ લોકોને મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભાવનગર ખાતેના શેઠ બ્રધર્સના યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઇ શેઠ પણ આ અવસરે જોડાયા છે. યુવા ઉદ્યોગપતિ ગૌરવભાઈ શેઠ જણાવે છે કે કલા અને સંસ્કૃતિની આ નગરી એટલે કે ભાવેણાનગરી મતદાન કરવામાં હંમેશા તત્પર રહ્યું છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર શહેર જિલ્લામાં મતદાન થનાર…
Read Moreભાવનગર જિલ્લામાં શ્રમિકો, કામદારો તથા કારખાનેદારો માટે તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ મતદાન અવેરનેસ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આગામી તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ ને ગુરુવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ભારતના દરેક દેશવાસીઓનો છે દરેક મત ખુબ જ મહત્વ ધરાવે છે ત્યારે મતાધિકારનો ઉપયોગ ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક દેશવાસી કરી શકે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ તમામ શ્રમિકો તેઓના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ વિઠ્ઠલવાડી, ચિત્રા, વરતેજ, શિહોર ૧-૨, મહુવા અને પાલીતાણા ખાતે મતદાન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના…
Read More“કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર હરહંમેશ મતદાન કરવામાં આગવું છે”- સીનીયર સીટીઝન રસજ્ઞભાઈ મહેતા
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગરમાં ૦૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ભાવનગરમાં ચૂંટણી અંગેની મતદાન ૦૧ ડિસેમ્બર ૨૦૨૨ને ગુરુવારે સવારે ૮ કલાક થી સાંજના ૫ વાગ્યા સુધી યોજાનાર છે ત્યારે સીનીયર સીટીઝન રસજ્ઞભાઈ મહેતા સૌ ભાવેણાવાસીઓને અપીલ કરી છે કે સૌ સાથે મળીને અચૂક મતદાન કરીને લોકશાહીમાં પોતાનું યોગદાન આપીએ. ભાવનગર કલા અને સંસ્કૃતિની નગરી છે ત્યારે હરહંમેશ મતદાન કરવામાં આગવું રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોઈ પણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહી જાય તે માટે…
Read More૧૦૫- ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીની કામગીરી અંગે પોલિંગ ઓફિસરોને તાલીમ અપાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત ૧૦૫- ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતક્ષેત્ર સાથે સંકળાયેલ કર્મચારીઓની ફેઝ- ૨ ની આજરોજ તા:૨૩-૧૧-૨૦૨૨ નાં રોજ વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ તાલીમ કાર્યક્રમમાં મતક્ષેત્રના ચુંટણી અધિકારી સુ. મનીષા બ્રહ્મભટ્ટ દ્વારા તમામ બાબતોની વિસ્તૃત છણાવટ સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ…
Read More‘અવસર’ લોકશાહીનોઃ પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન
હિન્દ ન્યુઝ, રાધનપુર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તારીખો જાહેર થતા જ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી તેજ બની છે. પાટણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે પાટણ જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો અચુક મતદાન કરે તે માટે પાટણમાં જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ છે. મતદાન વધુ થાય તે માટે વિવિધ માધ્યમો દ્વારા હાલમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો…
Read Moreબોટાદમાં 741 પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ વિભાગના કર્મયોગીઓ પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી શકે તે હેતુથી બોટાદ જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજે પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું. આ તકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસ.પી.કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજે 741 જેટલાં ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વધુમાં બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને ચૂંટણી કામગીરીમાં…
Read Moreદ્નારકા શારદા પિઠાધિશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું સોમનાથ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગરીમામય સ્વાગત કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, સોમનાથ દ્વારકા શારદા પિઠાધિશ્વર ગાદિ પર બિરાજમાન થયા બાદ પ્રથમ વખત સોમનાથની પાવનભૂમિ પર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું ગરીમામય સ્વાગત કરવામાં આવ્યુ હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં શ્રી સોમનાથ મંદિરના પૂજારીઓ તથા સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો દ્વારા ભદ્રસુક્તના વેદોક્ત મંત્રોથી સ્વામીજીનુ સ્વાગત કરેલ, ત્યાર બાદ રૂદ્રાક્ષમાળા-પુષ્પહાર, સોમનાથ મહાદેવની છબી સાથે સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના હસ્તે જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનું સ્વાગત કરવામાં આવેલ હતું. સોમનાથ મંદિરના પુજારીશ્રીઓ – ઋષીકુમારોનું વૈદિક શ્લોકગાન અને ઢોલ શરણાઇએ વાતાવરણને ભવ્ય સાથે દિવ્ય…
Read Moreમાન.વડાપ્રધાનનાં સભા સ્થળથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે કોઈ અનધિકૃત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તે માટે જાહેરનામુ જાહેર કરાયુ
હિન્દ ન્યુઝ, ભાવનગર માન.વડાપ્રધાન આગામી તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ ભાવનગર શહેર ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે, સ્વામીનારાયણ મંદિર પાછળના મેદાનમા જાહેરસભા કાર્યક્રમમાં પધારનાર છે. માન.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા “ઝેડ પ્લસ, એસ.પી.જી. પ્રોટેકટી મુજબ રાખવાની હોઈ મહાનુભાવની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે આ મેદાનનાં બહારની બોર્ડરથી ૫૦૦ મીટરની બહાર તેમજ કાર્યક્રમ સ્થળે કોઈ અનધિકૃત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી તા.૨૩/૧૧/૨૦૨૨ દિન -૧ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરથી દરખાસ્ત રજુ થયેલ છે. પોલીસ અધિક્ષક, ભાવનગરએ કરેલ દરખાસ્ત મુજબના સ્થળે ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગેનું…
Read More