હિન્દ ન્યુઝ, જસદણ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબ રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગુન્હા આચરીને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર કે.બી.જાડેજા ની સુચના મુજબ તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા સાહેબ તથા કે.એમ.ચાવડા સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી બ્રાંચના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૦૪૬/૨૦૨૨ આઇ.પી.સી.ક.૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના કામનો આરોપી હેમંતભાઇ બાબુભાઇ ગોવાણી જાતે કોળી રહે.વેરાવળ(ભાડલા) તા.જસદણ વાળો આજથી એકાદ માસ પહેલા રાજકોટ શહેરમાં કોઇ રાહદારી માણસની સાથે અકસ્માત કરીને નાચી ગયેલ હોય…
Read MoreMonth: November 2022
આટકોટની ખ્યાતનામ સંસ્થા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં બાળ ચૂંટણી કાર્યક્રમ 2022ની ઉજવણી કરવામાં આવી હતી
હિન્દ ન્યુઝ, જસદણ તા.26-11-2022ને શનિવારના રોજ આટકોટની ખ્યાતનામ સંસ્થા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં બાળ ચૂંટણી કાર્યક્રમ કરી મતદાન જાગૃતિ તથા બાળકોને ચૂંટણી પ્રક્રિયા વિશે સમજ પડે તે હેતુ થી મતદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિજેતા ઉમેદવાર શાળાના GS બની વિદ્યાર્થીના પ્રશ્નો શિક્ષક તથા આચાર્યને જણાવી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે તેવી વ્યવસ્થા કરાય હતી. આ અવિસ્મરણીય પ્રસંગમા શાળના ડિરેકટર સંજયભાઇ એચ,શેખલીયા, સંચાલક બીપીનભાઇ એચ.શેખલીયા અને એચ.ઓ.ડી મેડમ પંચોલી વૈશાલીબેન એ પ્રસંગ અનુરૂપ વકૃત્વ આપીને દરેક વિદ્યાર્થીના ઉમંગમા વધારો કર્યો હતો. બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
Read Moreજિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટીની આગેવાનીમાં પાટણના મુખ્ય માર્ગો પર યોજાઇ ફૂટ માર્ચ
હિન્દ ન્યુઝ, રાધનપુર ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ની તારીખો જાહેર થયા બાદ તુરંત જ દરેક જિલ્લામાં વિવિધ ટીમો ચૂંટણીની અલગ અલગ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. આજરોજ પાટણમાં જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી ની અધ્યક્ષતામાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તેમજ સુરક્ષા એજન્સીઓની ટુકડીઓ જોડાઈ હતી. પાટણ જિલ્લામાં તા.૦૫.૧૨.૨૦૨૨ ના રોજ મતદાન થવાનું છે, જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે…
Read Moreરાધનપુર દીકરા નાં જન્મ દિવસ નિમિતે 35 મી વખત રક્તદાન કર્યું
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર ખાતે ઠાકોર શૈલેષભાઈ ભાવાભાઈ તેમના દિકરા વેદાંશ નાં જન્મદિવસ પર 35મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું. ગૌસ્વામી મંજુલાબેન સાદપુરા ને ઇમરજન્સી બ્લડ ની જરૂર પડતાં ભણસાલી AB+પોઝિટિવ સ્ટોક ન હોવાથી તાત્કાલિક બ્લડ ડોનેટ કર્યું હતું.તેઓ છેલ્લા 11 વર્ષથી રક્તદાન કરે છે અત્યાર સુધી અસંખ્ય જરૂરિયાતમંદ લોકોને લોહીની સગવડ કરી આપી છે. શૈલેષભાઇ ની વિચારધારા ઉમદા પ્રકારની છે. તેઓ ખૂબ સામાન્ય ગરીબ પરિવારમાં રહેતા હોવા છતાં સામાજિક અને લોક સેવાનાં ખૂબ સારા કામો કરે છે. કોઈપણ સમાજની વ્યક્તિને રક્ત ની જરૂર પડે ત્યારે તેઓ પોતાની કોઈ પણ…
Read More‘અવસર’ લોકશાહીનો વધુમાં વધુ મતદાન થાય તે માટે પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ બનાવી જાગૃતિનો સંદેશો પાઠવ્યો
હિન્દ ન્યુઝ, રાધનપુર આગામી તા.05.12.2022 રોજ પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટણના વિવિધ તાલુકામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવીને મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હવે જિલ્લા ચૂંટણીતંત્રની સાથે-સાથે શાળાના બાળકો પણ અવસર કેમ્પેઈનમાં જોડાઈને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના…
Read Moreરાધનપુર નેશનલ હાઇવે નંબર 27 ની બેદરકારી ના કારણે ખુલ્લી ગટર રાખવાથી ગૌવંશ ગટરમાં પડી જતા ગૌ પ્રેમીઓમાં રોષ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 27 રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર બંને સાઈડ પાણીના નિકાલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરો બનાવવામાં આવેલી છે. તેના ઉપરના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે વારંવાર એક્સિડન્ટની ઘટના ઘટે છે . આજરોજ ખુલ્લી ગટરના કારણે ગૌવંશ અંદર પડી જતા ગૌ પ્રેમીઓ દ્વારા ક્રેન ની મદદ થી ગૌવંશને બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ગૌ પ્રેમીઓની માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા બંધ કરવામાં આવે તેવી માગણી રાધનપુર ખાતે ઉઠવા પામી છે. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreભાવનગરમાં ટોપ-થ્રી સર્કલ પાસે વાહનોનાં ચેકિંગ દરમ્યાન ૧૦ લાખ રોકડ ઝડપાયા
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગેરકાયદેસર હેરાફેરી તેમજ આચારસંહિતા ભંગ નાં થાય તેની તકેદારીના ભાગરૂપે ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો સમા નારી ચોકડી, ટોપ થ્રી સર્કલ સહિત અનેક સ્થળે ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમ્યાન ટોપ-થ્રી સર્કલ સર્કલ ખાતે ૧૦૪-ભાવનગર પૂર્વની એસ.એસ.ટી. ટીમે ખર્ચ ઓબ્ઝર્વર વિપુલ કશ્યપનાં માર્ગદર્શન હેઠળ રાત્રિના ૨.૩૦ વાગ્યા દરમ્યાન રૂ. ૧૦ લાખ ઝડપાયા હતા. આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા અમલી હોઈ ગેરકાયદેસર હેરાફેરી, મોટા બેન્ક વ્યવહાર વગેરે પર તકેદારીના ભાગરૂપે ચાંપતી નજર…
Read Moreમાધાપર અને આદિપુરની શાળામાં દિવ્યાંગોને મતદાન કરવા અંગે સમજ અપાઇ
હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભાની ચૂંટણી સરળતાથી યોજાઇ શકે તથા તમામ નાગરિકો સક્રિયપણે તેમજ કોઇપણ અગવડ વગર મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ સજ્જ છે. ખાસ કરીને મુકબધિર અને પ્રજ્ઞાચક્ષુ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાઇ છે. ત્યારે આજરોજ માધાપર અને આદિપુર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે શાળાઓમાં નિર્દેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. માધાપરની નવચેતન અંધજન મંડળ તથા આદિપુરની માતા લક્ષ્મી રોટરી બહેરા-મૂંગા બાળકોની શાળા ખાતે યોજાયેલા નિર્દેશન કેમ્પમાં પર્સન વીથ ડીસેબીલીટીના નોડલ અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ૪ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા સંચાલિત ૨૮ ‘સખી મતદાન મથકો’
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્યા છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં પણ ૪ વિધાનસભા મતવિસ્તારમાં ૨૮ ‘સખી મતદાન મથકો‘ ઉભા કરવામાં આવશે. જે માત્ર મહિલા સંચાલિત મતદાન મથક જ હશે. જિલ્લામાં મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ વિધાનસભાદીઠ સાત-સાત મહિલા મતદાન મથકો તૈયાર કરાયા છે. આ સખી મતદાન મથકોમાં માત્ર મહિલાઓ ચૂંટણીલક્ષી તમામ ફરજ બજાવશે. સખી મતદાન મથક અંતર્ગત ૯૦-સોમનાથમાં…
Read Moreશૈશવ-બાલસેનાના બાળકો રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરશે
હિન્દ ન્યુઝ, ભુવનેશ્વર સાર્ક દેશોના સમૂહ દ્વારા પ્રેરિત સાઉથ એશિયા ઇનિશિએટિવ ટુ એન્ડ વાયોલન્સ અગેઈન્સ ચિલ્ડ્રન (SAIEVC)ના નેશનલ એક્શન કોર્ડીનેશન ગ્રૂપ દ્વારા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે બાળકો પર થતી હિંસાને રોકવા તથા જાગૃતિ માટે રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન 24 થી 28 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શૈશવ સંસ્થાના પારૂલ શેઠ રિસોર્સ પર્સન તરીકે સેવાઓ આપી રહ્યા છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ શૈશવ પ્રેરિત બાલસેનાના બાળકોનું પ્રતિનિધિત્વ નિકિતા અને રવિ કરી રહ્યા છે, તેઓની સાથે સંસ્થાના કાર્યકર શિવાનીબેન પણ જોડાયા છે.
Read More