ગીર સોમનાથ જિલ્લાના ૪ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા સંચાલિત ૨૮ ‘સખી મતદાન મથકો’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્યા છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં પણ ૪ વિધાનસભા મતવિસ્તારમાં ૨૮ સખી મતદાન મથકો‘ ઉભા કરવામાં આવશે. જે માત્ર મહિલા સંચાલિત મતદાન મથક જ હશે.

જિલ્લામાં મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ વિધાનસભાદીઠ સાત-સાત મહિલા મતદાન મથકો તૈયાર કરાયા છે. આ સખી મતદાન મથકોમાં માત્ર મહિલાઓ ચૂંટણીલક્ષી તમામ ફરજ બજાવશે.

સખી મતદાન મથક અંતર્ગત ૯૦-સોમનાથમાં ૬૩ વેરાવળ-૧૬૮ વેરાવળ-૬૮૭-વેરાવળ-૨૫૮૮ વેરાવળ-૨૬૯૬ વેરાવળ-૩૪૧૨૧ વેરાવળ-૫૯૧૨૩ વેરાવળ-૬૧ સખી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ૯૧-તાલાળા મતવિસ્તારમાં ૫૨ તાલાળા-૬૫૪ તાલાળા-૮૫૫ તાલાળા-૯૬૩ તાલાળા-૧૭૧૬૦ લાટી-૩૧૯૯ સુત્રાપાડા-૧૩૨૦૧ સુત્રાપાડા-૧૫ સખી મતદાન મથકો તૈયાર કરાશે.

ઉપરાંત ૯૨-કોડીનાર વિધાનસભા વિસ્તારમાં ૯૦ કોડીનાર-૪૯૧ કોડીનાર-૫૧૦૨ કોડીનાર-૧૬૧૦૩ કોડીનાર-૧૭૧૦૬ કોડીનાર-૨૦૧૦૭ કોડીનાર-૨૧તેમજ ૧૧૨ કોડીનાર-૨૬ સખી મતદાન મથકો બનશે. જ્યારે ૯૩-ઉનામાં ૧૩૪ ઉના-૧૪૧૩૮ ઉના-૧૮૧૩૯ ઉના-૧૯૧૪૦ ઉના-૨૦૧૪૧ ઉના-૨૧૧૪૨ ઉના-૨૨૧૪૩ ઉના-૨૩માં સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

Related posts

Leave a Comment