જામનગર ખાતે સસ્તા અનાજની દુકાન પર N.F.S.A ના કાર્ડ ધારકોને વિના મૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવ્યું

જામનગર,

       જામનગર ખાતે આવેલ સાધના કોલોનીમાં શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા ની સસ્તા અનાજની દુકાન નંબર  JMC 68/4 મા ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે,  જે N.F.S.A ના કાર્ડ ધારક ૭૫૧ છે, આજે ગ્રાહકો માં થી ૩૦૦ ગ્રાહકોએ સરકાર તરફથી લાભ મેળવેલ છે.

આ વિનામૂલ્યે રાશન તારીખ ૧૫-૦૬-૨૦૨૦ થી ૨૪-૦૬-૨૦૨૦ સુધી રાશન વિતરણ કરવામાં આવશે.

     વધુમાં કોરોનની વૈશ્વિક મહામારી કારણે ગુજરાત સરકાર દ્વારા સતત ત્રીજી વાર વિનામૂલ્યે રાશન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિદિઠ આપવામાં આવે છે જેમાં ઘઉં ૩.૫ કિલો, ચોખા ૧.૫ કિલો, ચણા ૧ કિલો, આપવામાં આવે છે.  આ ઉપરાંત ગુજરાત રાજ્ય મા N.F.S.A ના કાર્ડ ધારકો ની સંખ્યા લગભગ ૬૮ લાખ છે અને આ યોજના અંતર્ગત લોકો ને ખુબ જ લાભ મળે છે

સાથે વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ દેશ નો NFSA રેશનકાર્ડ ધારક હશે તેના અંગુઠા/આંગળીઓ ની છાપ દ્વારા ઓળખ સ્થાપિત કરી રાજ્ય મા કોઈ પણ સસ્તા અનાજની દુકાન પર જુન માસ ૨૦૨૦ સુધી વિનામૂલ્યે અન્ન નો લાભ મળશે. એવી ગુજરાત સરકારે જણાવ્યું છે. 

 

રિપોર્ટર : હિના અગ્રાવત, જામનગર 

Related posts

Leave a Comment