આટકોટની ખ્યાતનામ સંસ્થા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં બાળ ચૂંટણી કાર્યક્રમ 2022ની ઉજવણી કરવામાં આવી હતી

હિન્દ ન્યુઝ, જસદણ 

તા.26-11-2022ને શનિવારના રોજ આટકોટની ખ્યાતનામ સંસ્થા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં બાળ ચૂંટણી કાર્યક્રમ કરી મતદાન જાગૃતિ તથા બાળકોને ચૂંટણી પ્રક્રિયા વિશે સમજ પડે તે હેતુ થી મતદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિજેતા ઉમેદવાર શાળાના GS બની વિદ્યાર્થીના પ્રશ્નો શિક્ષક તથા આચાર્યને જણાવી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે તેવી વ્યવસ્થા કરાય હતી. આ અવિસ્મરણીય પ્રસંગમા શાળના ડિરેકટર સંજયભાઇ એચ,શેખલીયા, સંચાલક બીપીનભાઇ એચ.શેખલીયા અને એચ.ઓ.ડી મેડમ પંચોલી વૈશાલીબેન એ પ્રસંગ અનુરૂપ વકૃત્વ આપીને દરેક વિદ્યાર્થીના ઉમંગમા વધારો કર્યો હતો.

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment