નેશનલ આયુષ મિશન અંતર્ગત ૧૭ પુરુષ યોગ ઈન્સ્ટ્રકટર અને ૧૭ સ્ત્રી યોગ ઇન્સ્ટ્રકટરની કરાર આધારિત ભરતી

હિન્દ ન્યુઝ, ભાવનગર નેશનલ આયુષ મિશન અંતર્ગત ભાવનગર જિલ્લામાં મંજૂર થયેલ નીચે મુજબના ૧૭ આયુષ એન્ડ વેલનેસ સેન્ટર્સ ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ૧૭ પુરુષ યોગ ઈન્સ્ટ્રકટર અને ૧૭ સ્ત્રી યોગ ઇન્સ્ટ્રકટરની કામ માટે કામગીરી આધારિત વેતનથી શરતોને આધિન નીચેની વિગતે વોક ઇન ઈન્ટરવ્યુ રાખેલ છે. શૈક્ષણિક લાયકાતઃ ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી/ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગ વિષયે સર્ટિફિકેટ/ ડિપ્લોમા/ ડિગ્રી અથવા કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતાં હોવાં જોઇએ. વય મર્યાદા: ૧૮ વર્ષથી ઉપર (ઈન્ટરવ્યું તારીખના રોજ) કામગીરી તથા વેતનઃ (૧) પુરુષ યોગ…

Read More

ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

રથયાત્રા દરમિયાન થયેલ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલની કામગીરી કરવામાં આવી હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર દ્વારા અલગ અલગ સ્વચ્છતા અંગેના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કાર ધામના ગુરુજીના આદેશ મુજબ ધાંગધ્રા શહેરમાં નીકળતી રથયાત્રા માં થયેલ તમામ રૂટ ઉપરનો કચરો એકઠો કરી યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં નિકાલ કરે આ રીતે સરકારની સ્વચ્છ ભારત મિશન ની ઝુંબેશને આગળ ધપાવતા રહ્યા. આ સાથે બાળકો દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી કે નાનામાં નાનો પ્લાસ્ટિક સુકો અને ભીનો કચરો તેનું…

Read More

બોટાદ જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ આઝાદીની ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન થવા જઈ રહ્યું છે. તા.૫ થી તા.૧૯ જુલાઇ દરમિયાન યોજાનાર “વંદે ગુજરાત વિકાસ યાત્રા” માં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ, મંજૂર થયેલા નવા ખાતમૂર્હતના કામો, જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય, યોજનાઓનો પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથાઓ સહિતના લોકાભિમુખ…

Read More

બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા તાલીમાર્થીઓને દ્વિ-દિવસીય વૃતિકા (સ્ટાઇપેંડ) ની તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બોટાદની વી.એમ.સાકરીયા મહિલા કોલેજ ખાતે દ્વિ-દિવસીય મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) અંતર્ગત તાલીમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભાવનગરના મદદનીશ બાગાયત અધિકારી એમ.એન.રાઠોડ અને બાગાયત નિરીક્ષક સુ. આશિફા એચ.મોમીને વી.એમ.સાકરીયાએ મહિલાઓ ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુસર મહિલા કોલેજની ૨૮ બહેનોને ફળ અને શાકભાજીની વિવિધ બનાવટોમાં મિક્ષ શાકભાજીનું અથાણું અને સોસ, મિક્ષ ફ્રુટનો જામ, જાંબુનો શરબત, ટુટીફુટી વગેરે જેવી બનાવટો સ્થળ પર જ બનાવવા ઉપરાંત ફળ શાકભાજીના મૃલ્યવર્ધન અંગે તાલીમબધ્ધ કરાયાં હતાં. આ વેળાએ બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક…

Read More

તા.૨૮ જુલાઇ ના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જુલાઇ-૨૦૨૨ ના માસનો જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે બોટાદ જિલ્લા સેવા સદન-કલેકટર કચેરીના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણત રહેલ હોય કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી…

Read More

તા.૧૫ જુલાઇના રોજ બોટાદના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૫/૦૭/૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પદાધિકારીઓ સાથે તથા સવારે ૧૧:૩૦ કલાકે અધિકારીઓ સાથે જિલ્લા સેવા સદનના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે રાખવામાં આવી છે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓએ જાતે ઉપસ્થિત રહેવું જેની સંબંકર્તાને નોંધ લેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ  

Read More