“સેવા-સેતૂ” માં એક જ છત્ર હેઠળ ૧૫ વિભાગોની ૫૭ જેટલી વિવિધ સરકારી યોજનાઓની કરાયેલી અલાયદી વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય અને રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્યવ્યાપી હાથ ધરાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામની પ્રાથમિક શાળા ખાતે “સેવા-સેતૂ” નો કાર્યક્રમ યોજાયો હતો. આઠમાં તબક્કામાં યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, આદિજાતી વિકાસ, આરોગ્ય વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ, મહેસુલ…

Read More

જસદણ નગરપાલિકા દ્વારા સેવસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ નગરપાલિકા દ્વારા સરકારના વહીવટી પારદર્શિતા લાવવાનાં અભિગમ અન્વયે શહેરી વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારના લાભો મળે તે હેતુસર જસદણ નગરપાલિકા દ્વારા પ્રાંત અધિકારી જસદણના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં સ્થળ પર અમૃતમ કાર્ડ, હેલ્થ કાર્ડ સ્થળ પર કાઢી દેવ સરકારી કચેરીને લાગતા પ્રશ્ન હોય તો તેનું સ્થળ પર નિકાલ કરવા જેવા વિવિધ પ્રકારના સેવાને માટે સેવાસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

કસ્તુરબા પોષણ સહાય યોજનાએ મારા શિશુને તંદુરસ્ત બનાવ્યું – સુનીતાબેન

હિન્દ ન્યુઝ, ભુજ સરકારનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે, મજુરી કામ કરીને પેટીયું રળતો મારો પરીવાર સર્ગભા અવસ્થામાં મને પોષણક્ષમ આહાર પુરો પાડવા અસક્ષમ હતો. પરંતુ સરકારની કસ્તુર બા પોષણ સહાય યોજના થકી મળતી નાણાકીય સહાયના કારણે સર્ગભા અવસ્થામાં હું પોષણક્ષમ આહાર મેળવી શકી. જેના કારણે મારી ડીલીવરી પણ નોર્મલ થઇ તેમજ મારું બાળક પણ તંદૂરસ્ત જન્મયું છે જે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યકત કરું છું એવું આ યોજનાના લાભાર્થી ભુજના સુનીતાબેન નટે જણાવ્યું હતું. ભુજના નટવાસમાં રહેતા ૨૫ વર્ષના સુનીતાબેન જણાવે છે કે, આશાવર્કર બહેનોના કહેવાથી મે મમતાકાર્ડ…

Read More

ભચાઉ-ભુજ રસ્તાનું રૂ. ૭૭ કરોડના ખર્ચે રીસર્ફેસીંગનું કામ કરવાની જાહેરાત કરતા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના ગાંધીધામ અને રાપર મત વિસ્તારના વિવિધ રસ્તાઓના રૂ. ૫૬.૨૫ કરોડની અંદાજિત રકમથી વિસ્તૃતિકરણ તથા રિસર્ફેસીંગની કામગીરીનું ભુમિપૂજન ભચાઉ તાલુકાના વિજપાસર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યની ગરિમામય ઉપસ્થિતિમાં અને માર્ગ- મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ૫૬.૨૫ કરોડના ખર્ચે થનારી સ્ટ્રેન્ધનીંગ કામગીરીમાં ત્રણ તાલુકાના કુલ ૧૧ રસ્તાનો સમાવેશ કરાયો છે. જેમાં ભચાઉ તાલુકામાં રૂ. ૦.૫૦ કરોડના ખર્ચે વામકા- લાખાવટ – કરમરિયા રોડ , રૂ. ૩ કરોડના ખર્ચે હલરા- રામપર – વિજ્પાસર- આમલીયારા- જંગી રોડ, રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે હલરા- રામપર- વિજ્પાસર- આમલીયારા- જંગી…

Read More

સોમનાથ આવતા યાત્રીઓ સોમેશ્વર મહાપૂજન કરી ધન્ય બની શકે તેવા શુભાશય થી પુજા સ્લોટના સમય માં વધારો કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ તા.31-05-2022 ના રોજ સોમેશ્વર મહાપૂજન નો શુભારંભ કરવામાં આવેલ હતો. પ્રથમ પુજા સુપ્રસિધ્ધ અભિનેતા અક્ષય કુમાર દ્વારા કરવામાં આવેલ હતી. આ પુજા નો સમય એક કલાક નો હોય છે, સોમેશ્વર મહાપુજનમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવલિંગ પર વિવિધ દ્રવ્યો સાથે રૂદ્રસુક્તના 66 જેટલા મંત્રો થી અભિષેક તેમજ અનેક ઉપચાર પુર્વક પૂજન યજમાનના સ્વહસ્તે કરાવવામાં આવે છે. આ પુજા ના દર્શનથી આકર્ષીત થઇ ભક્તો મંત્રમુગ્ધ થતા હોય છે, અને આ પુજન કરવા હેતુ વિશેષ આગ્રહની ઉપસ્થીતી કરતા હોય છે. સોમેશ્વર મહાપુજન નોંધાવવામાં વધારો થતા આ બાબતને ધ્યાને લઇ…

Read More

ગુજરાત ક્ષત્રિયાણી સેના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ક્ષત્રિય સમાજના જરૂરિયાત મંદ દિકરીબા માટે નિઃશુલ્ક સેવા કાર્ય

હિન્દ ન્યુઝ ગુજરાત ક્ષત્રિયાણી સેના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ક્ષત્રિય સમાજના જરૂરિયાત મંદ દિકરીબા માટે નિઃશુલ્ક રીતે અભ્યાસ કરી શકે તે માટેની જરૂરીયાતો પૂર્ણ કરવામાં આવે છે અને તેમને અભ્યાસ માટે સહાય આપવામાં આવે છે. અમારો માત્ર એક જ ઉદ્દેશ છે કે એવા દિકરીબા કે જેમાં કંઈ ખૂબી છે અને પોતાના સપના પુરા કરવા માંગે છે, તેમને બને તેટલી સહાય કરી શકીએ. એવા દિકરીબા કે જે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા છે અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે તથા એવા જરૂરિયાત મંદ દિકરીબા કે જે કોઈ કારણસર પોતાનો…

Read More