હિન્દ ન્યુઝ, સોમનાથ
તા.31-05-2022 ના રોજ સોમેશ્વર મહાપૂજન નો શુભારંભ કરવામાં આવેલ હતો. પ્રથમ પુજા સુપ્રસિધ્ધ અભિનેતા અક્ષય કુમાર દ્વારા કરવામાં આવેલ હતી. આ પુજા નો સમય એક કલાક નો હોય છે, સોમેશ્વર મહાપુજનમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવલિંગ પર વિવિધ દ્રવ્યો સાથે રૂદ્રસુક્તના 66 જેટલા મંત્રો થી અભિષેક તેમજ અનેક ઉપચાર પુર્વક પૂજન યજમાનના સ્વહસ્તે કરાવવામાં આવે છે.
આ પુજા ના દર્શનથી આકર્ષીત થઇ ભક્તો મંત્રમુગ્ધ થતા હોય છે, અને આ પુજન કરવા હેતુ વિશેષ આગ્રહની ઉપસ્થીતી કરતા હોય છે. સોમેશ્વર મહાપુજન નોંધાવવામાં વધારો થતા આ બાબતને ધ્યાને લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમેશ્વર મહાપુજન પુજાવિધિ ના સમયમાં વધારો કરેલો છે. સવારે 1 કલાક ના કુલ ત્રણ સ્લોટ જેમાં સવારે 8-00 થી 9-00, 9-00 થી 10-00, 10-00 થી 11-00 એમ ત્રણ સ્લોટમાં ભક્તો સોમેશ્વર મહાપુજન કરી ધન્ય બનતા હતા, હવે પછી સવાર ની સાથે બપોર પછી પણ ત્રણ મહાપુજાના સ્લોટનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં બપોરે 3-00 થી 4-00, 4-00 થી 5-00, 5-00 થી 6-00 આ ત્રણ સ્લોટમાં પણ પરીવાર સાથે (પાંચ લોકોની) નિશ્ચીત સંખ્યામાં આ પુજાનો વિશેષ લાભ લઇ સોમનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે પુજન કરી શિવકૃપા પ્રાપ્ત કરી શકશે.
સોમેશ્વર મહાપુજન ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઇન તેમજ મંદિરના પુજાવિધિ કાઉન્ટર પરથી ઓફલાઇન નોંધાવી તેનો લાભ લઇ શકાશે.
