કસ્તુરબા પોષણ સહાય યોજનાએ મારા શિશુને તંદુરસ્ત બનાવ્યું – સુનીતાબેન

હિન્દ ન્યુઝ, ભુજ

સરકારનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે, મજુરી કામ કરીને પેટીયું રળતો મારો પરીવાર સર્ગભા અવસ્થામાં મને પોષણક્ષમ આહાર પુરો પાડવા અસક્ષમ હતો. પરંતુ સરકારની કસ્તુર બા પોષણ સહાય યોજના થકી મળતી નાણાકીય સહાયના કારણે સર્ગભા અવસ્થામાં હું પોષણક્ષમ આહાર મેળવી શકી. જેના કારણે મારી ડીલીવરી પણ નોર્મલ થઇ તેમજ મારું બાળક પણ તંદૂરસ્ત જન્મયું છે જે બદલ હું વડાપ્રધાનનો આભાર વ્યકત કરું છું એવું આ યોજનાના લાભાર્થી ભુજના સુનીતાબેન નટે જણાવ્યું હતું.

ભુજના નટવાસમાં રહેતા ૨૫ વર્ષના સુનીતાબેન જણાવે છે કે, આશાવર્કર બહેનોના કહેવાથી મે મમતાકાર્ડ કઢાવ્યું હતું. ઉપરાંત પાલિકાની બીપીએલ યાદીમાં અમારા કાર્ડનો સમાવેશ થતો હોવાથી આ યોજનાનો લાભ મળવા પામ્યો હતો. યોજનામાં નોંધણી માટે આશાવર્કર બહેનોને આધારકાર્ડ, રાશનકાર્ડ તથા બેંક ખાતાની વિગતો આપ્યા બાદ મને સીધા જ બેંક ખાતામાં પ્રથમ હપ્તા પેટે રૂ. ૨૦૦૦ મળ્યા હતા. જેનો ઉપયોગ મે પોષણયુક્ત આહાર ખરીદવા કર્યો હતો. મારી પ્રથમ ડીલીવરી હતી તેથી હું ઇચ્છતી હતી કે નોર્મલ રીતે શિશું જન્મે ત્યારે સરકારની આ નાણાકીય મદદથી જરૂરી પૌષ્ટીક આહાર ખરીદવા સક્ષમ બનતા આ શક્ય બન્યું હતું. ઉપરાંત મારી ડીલીવરી પણ આશાવર્કર બહેનોએ જી.કે જનરલ હોસ્પિટલમાં કરાવી આપતા એકપણ રૂપિયાના ખર્ચ વિના મારા શિશુનો સ્વસ્થ રીતે જન્મ થયો હતો તેમજ મને પણ કોઇપણ પ્રકારની સમસ્યા થઇ ન હતી. ડીલીવરી બાદ પણ બાળકના પોષણ કે અન્ય ખર્ચને પહોળી વળવા બીજા હપ્તા પેટે મને રૂ. ૨૦૦૦ મળ્યા હતા. તેમજ જો હું મારા શિશુનું સમગ્ર રસીકરણ કરાવું તો ૯ માસ બાદ મને રૂ. ૨૦૦૦ મળવા પાત્ર હોવાથી મે મારા બાળકની સુરક્ષા માટે ૯ માસમાં સરકારએ નિયત કરેલી તમામ રસીઓ મુકાવી હતી. જે બાદ ત્રીજા હપ્તાના રૂ. ૨૦૦૦ બેંકમાં જમા થયા હતા. સરકારે જે રીતે આ યોજના અંતર્ગત આયોજન કર્યું છે તેના કારણે અમારા જેવા અશિક્ષિત પરીવારોને નાણાકીય સહાય તો મળે જ છે. ઉપરાંત ત્રીજો હપ્તો રસીકરણ બાદ અપાતો હોવાથી લાભાર્થીઓ ફરજિયાત પોતાના બાળકનું રસીકરણ કરાવવા પ્રેરાય છે. જેથી બાળકની તંદુરસ્તી જળવાઇ રહે છે તથા રોગો સામે રક્ષણ મળે છે.

Related posts

Leave a Comment