આજરોજ તા. 08-03-2022 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વેરાવળ બાર કાઉન્સિલના મહિલા એડવોકેટ ઉષાબેન કુસકીયા સહિતના મહિલા એડ્વોકેટેસઓએ મળીને વેરાવળ ડેપ્યુટી કલેકટર એસ. ઝણકાત મેડમનું સન્માન કરી મહિલા દિવસની ઉજવણી કરેલ

હિન્દ ન્યુઝ, વેરાવળ

આજના આધુનિક યુગ માં પણ સ્ત્રીઓ માટે આગળ વધી પોતાનો સ્થાન બનાવવું એક પડકાર છે. આમ છતાં આ પડકારો ને જીલી ની પણ રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આગળ વધી છે. અને દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાની આવડતના પરચમ લહેરાવી રહી છે. આજે મહિલા ડોક્ટર, એન્જીનિયર, વકીલ, જજ, કલેકટર, ડેપ્યુટી કલેકટર, પોલીસ, પાયલેટ તેમજ આર્મી માં પણ મહિલાઓ છે. અને નારી એક શક્તિ છે જે સાબિત કરી દીધું છે.

“મહિલા હોવાનું અમને ગર્વ છે.” ના નાદ સાથે ઉત્સાહ ભેર વેરાવળ ના ડેપ્યુટી કલેકટર એસ.ઝણકાત મેડમ ની કામગીરી થી પ્રભાવિત થઇ તેઓનું ફૂલ હાર તેમજ મોમેન્ટો આપી સન્માન કરી અને મીઠું મોઢું કરવામાં આવેલ. જેમાં વેરાવળ બાર કાઉન્સિલ ના મહિલા એડ્વોકેટેસ માં ઉષાબેન કુસકીયા, સપનાબેન શીંગાળા, અમૃતાબેન અખિયાં, પ્રવિણાબેન લશ્કરી, જિજ્ઞાસાબેન રાવલ, ભાવિશાબેન અપારનાથી, શારદાબેન કુસકીયા, હીનાબેન મોરધાની વિગેરે એ હાજર રહી સન્માન કરેલ.

Related posts

Leave a Comment